Vadodara : ગણેશોત્સવને ધ્યાને રાખીને તંત્ર કૃત્રિમ તળાવો પહોળા કરવાની કામગીરીમાં જોતરાયું, વિપક્ષે કર્યા આક્ષેપ, જુઓ Video

|

Aug 22, 2024 | 4:27 PM

વડોદરામાં તાજેતરમાં દશામાંનું વ્રત પૂર્ણ થતા મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.આ વિસર્જન સમયે મહાનગરપાલિકાના અણઘડ વહીવટને લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે આ ઘટના પરથી બોધપાઠ લઇને ગણેશોત્સવને ધ્યાને રાખીને તંત્ર હવે કૃત્રિમ તળાવો પહોળા કરવાની કામગીરીમાં જોતરાયું છે.

વડોદરામાં તાજેતરમાં દશામાંનું વ્રત પૂર્ણ થતા મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ વિસર્જન સમયે મહાનગરપાલિકાના અણઘડ વહીવટને લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે આ ઘટના પરથી બોધપાઠ લઇને ગણેશોત્સવને ધ્યાને રાખીને તંત્ર હવે કૃત્રિમ તળાવો પહોળા કરવાની કામગીરીમાં જોતરાયું છે.

મહાનગર પાલિકાએ 4 જૂનના રોજ 9 કૃત્રિમ તળાવ બનાવવાનું પણ નક્કી કર્યું છે. ગણેશ ઉત્સવમાં અયોગ્ય વ્યવસ્થા ન સર્જાય તે માટે પાલિકા દ્વારા ચારેય ઝોનમાં કૃત્રિમ તળાવ બનાવવા માટેનું નિર્ણય કરવામાં આવ્યો છે. તો પાલિકાના આ નિર્ણયને લઈ વિપક્ષે કહ્યું કે પાલિકા કૃત્રિમ તળાવ બનાવવા અને તેને જાળવણી કરવા પાછળ અંદાજિત 3 કરોડથી વધારાની રકમનો ઉપયોગ કરવામાં આવશે.આ નાણાંનો ઉપયોગ શહેરની વિકાસ માટે કરે તો સારૂ રહેશે.

Next Video