Valsad : પારડીના મોતીવાડમાં યુવતીના મોતના કેસમાં મોટો ખુલાસો, પીડિતા સાથે દુષ્કર્મ બાદ કરી હતી હત્યા, જુઓ Video

| Edited By: | Updated on: Nov 16, 2024 | 1:33 PM

વલસાડના પારડીના મોતીવાડામાં યુવતીના મોત અંગે ખુલાસો થયો છે. યુવતીની પીએમ રિપોર્ટમાં દુષ્કર્મ બાદ હત્યા થઈ હોવાનું ખુલ્યું છે. મૃતક યુવતીના શરીર પરથી ઈજાના નિશાન પણ મળી આવ્યા છે.

ગુજરાતમાં દિવસે દિવસે ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વલસાડના પારડીના મોતીવાડામાં યુવતીના મોત અંગે ખુલાસો થયો છે. યુવતીની પીએમ રિપોર્ટમાં દુષ્કર્મ બાદ હત્યા થઈ હોવાનું ખુલ્યું છે. મૃતક યુવતીના શરીર પરથી ઈજાના નિશાન પણ મળી આવ્યા છે. જિલ્લા પોલીસવડા સહિત ટીમે ઘટના સ્થળ પર નિરીક્ષણ કર્યું છે. ઘટના સ્થળેથી બેગ, ચપંલ, પાણીની બોટલ, ચાદર પણ જપ્ત કરવામાં આવી છે. પોલીસની 10થી વધુ ટીમે આંતરરાજ્ય તપાસ શરુ કરી છે.

રખીયાણામાં વૃદ્ધ મહિલાની થઈ હત્યા

બીજી તરફ અમદાવાદના માંડલના રખીયાણામાં વૃદ્ધ મહિલાની હત્યા અને લૂંટની ઘટના બની હતી. પોલીસે હત્યા કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે. સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા જ પોલીસે તપાસ તેજ કરી હતી અને રમેશ ઠાકોર નામના આરોપીની ધરપકડ કરી છે.  આરોપીએ દાગીનાની લૂંટ કરી વૃદ્ધ મહિલાની હત્યા નિપજાવી હતી.  પોલીસે ડોગ સ્કોર્ડની મદદથી આરોપીને ઝડપી પાડ્યો છે.  જો કે માંડલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.