બાંગ્લાદેશમાં સર્જાયેલી કટોકટીની સુરતના કાપડ ઉદ્યોગ પર સીધી અસર, વેપારીઓના હજારો કરોડના પેમેન્ટ અટવાયા- Video

|

Aug 06, 2024 | 6:35 PM

બાંગ્લાદેશમાં સર્જાયેલી અરાજક્તા અને કટોકટીની સીધી અસર ભારતીય બજારો પર દેખાઈ રહી છે. તોફાનોના કારણે ભારતના સુરતના કાપડના વેપારીઓને મોટો ફટકો પડ્યો છે. ટેક્સ્ટાઈલ અને કેમિકલ ઉદ્યોગના વેપારીઓના હજારો કરોડના પેમેન્ટ અટવાયા છે.

બાંગ્લાદેશમાં વ્યાપક પ્રમાણમાં કાપડ ઉદ્યોગને કારણે તેની અસર ભારતના બજારોમાં પણ જોવા મળી રહી છે. તોફાનોના કારણે સુરતના બજારો પર સીધી અસર જોવા મળી રહી છે. સુરતના ટેક્સટાઇલ અને કેમિકલ ઉદ્યોગના વેપારીઓએ બાંગ્લાદેશમાં કરેલા નિકાસના પેમેન્ટ અટવાયા છે. એક અંદાજ મુજબ વેપારીઓના અંદાજિત રૂપિયા 800થી 1 હજાર કરોડ ફસાયા છે. અને સ્થિતીને લીધે કાપડ વેપારીઓની બાંગ્લાદેશમાં થતી નિકાસ પણ અટવાઇ છે. એક રીતે વેપારીઓ હવે બરાબરના મુશ્કેલીમાં મૂકાયા છે. તમામ લોકો તોફાનો ક્યારે શાંત થશે તેની રાહ જોઈ રહ્યા છે.

બાંગ્લાદેશ વિશ્વનો ત્રીજા નંબરનો કાપડનો ઉત્પાદક દેશ છે. વિશ્વમાં ત્રીજા નંબરે સૌથી વધુ કાપડ ઉત્પાદન ત્યાં થાય છે. સુરતથી રેડમેડ, પ્રીન્ટેડ અને આર એફ ડી કપડાઓ બાંગ્લાદેશ જાય છે. ખાસ કરીને હાલ દિવાળીનો તહેવાર આવતો હોવાથી ત્યાં દુર્ગાપૂજાનો તહેવાર પણ મનાવવામાં આવે છે. એ ઓર્ડર્સ પણ સુરતના વેપારીઓને મળ્યા છે. જેમાથી કેટલાકનું શિપમેન્ટ થયુ છે અને કેટલાક બાકી હતા. હાલ બાંગ્લાદેશમાં સર્જાયેલી સ્થિતિને કારણે તમામ ઓર્ડર પર પણ સંકટ તોળાયુ છે, જે ઓર્ડર મોકલી દેવાયા છે તેનુ પેમેન્ટ અટવાયેલુ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video