Tapi : વ્યારાના પાનવાડી ત્રણ રસ્તા નજીક મોપેડમાં લાગી આગ, જોત જોતામાં મોપેડ બળીને ખાખ, જુઓ Video
તાપીના વ્યારા ખાતે પાનવાડી ત્રણ રસ્તા નજીક મોપેડમાં આગ લાગવાની ઘટના ઘટી હતી. મહત્વનુ છે કે આગના બનાવમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. આગ લાગવાને લઈ હજુ સુધી આ અંગે કારણ સામે નથી આવ્યું. મહત્વનુ છે કે સ્થાનિકોએ પાણીનો મારો ચલાવ્યો પરંતુ આગ વિકરાળ હોવાને કારણે ફાયરની મદદ લેવાની ફરજ પડી હતી.
તાપીમાં વ્યારાના પાનવાડી ત્રણ રસ્તા નજીક મોપેડમાં આગ લાગવાની ઘટના બની હતી. મોપેડમાં અચાનક આગ લાગી જેને લઈ અફરા તફરીનો માહોલ છ્વાયો હતો. આગના બનાવમાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધાર્યા હતા.
આ પણ વાંચો : Tapi: નિઝર તાલુકા પંચાયત દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી, અમૃત કળશ યાત્રા કાર્યક્રમ યોજાયો- Photos
એકા એક મોપેડમાં આગ લાગવાને કરણે ફાયરણે જાણ કરવામાં આવી હતી. ફાયરના જવાનોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. મોપેડમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મહત્વનુ છે કે આગ લાગવાનુ ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
(ઈનપુટ ક્રેડિટ – નીરવ કંસારા)