Surat: ભાજપના કોર્પોરેટરનું કથિત સ્ટિંગ ઓપરેશન, કામની પતાવટ માટે દોઢ લાખની માંગણીનો આક્ષેપ, જુઓ Video

|

Jun 27, 2023 | 8:14 PM

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ રાજ્યની ભાજપ સરકાર સામે સવાલો કર્યા છે.અને માગ કરી છે કે SITની ટીમની રચના કરીને સમગ્ર મુદ્દે તપાસ કરવામાં આવે.તેમણો દાવો છે કે લાંચ રૂશ્વત વિરોધી શાખામાં પણ મોટાપાયે ગડબડ છે જેની તપાસ કરવામાં આવે

Surat :સુરતમાં એક જાગૃત નાગરિકે કરેલા સ્ટિંગ ઓપરેશનમાં ભાજપના વોર્ડ નંબર 39ના કોર્પોરેટર વૈશાલી પાટીલ કામની પતાવટ માટે રૂપિયા દોઢ લાખની માગણી કરી રહ્યા છે.જાગૃત નાગરિકે કરેલા સ્ટિંગ ઓપરેશન સમયે મહિલા કોર્પોરેટર, પતિ રાજેન્દ્ર પાટીલ અને મળતીયો ભરત હાજર હતા.

જે અંગે આમ આદપી પાર્ટીના મનપાના વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરીના દાવો છે કે, સામાન્ય નાગરિકે સ્ટિંગ ઓપરેશન સહિતના પુરાવરા લાંચ રૂશ્વત વિરોધી શાખાને આપ્યા છે. પરંતુ છટકું ગોઠવીને કાર્યવાહી કરવાને બદલે ACBએ ભાજપના નેતાઓને એલર્ટ કરી દીધાનો આરોપ લગાવ્યો.

જેમાં વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ ACB સામે સવાલ ઉઠાવ્યો છે કે ACBને પુરાવા સાથે જાણ કરાઇ છતાં તપાસ કેમ ન કરવામાં આવી કેમ ફરિયાદ નોંધ્યા બાદ પણ કાર્યવાહી ન કરવામાં આવી..

તો આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ રાજ્યની ભાજપ સરકાર સામે સવાલો કર્યા છે.અને માગ કરી છે કે SITની ટીમની રચના કરીને સમગ્ર મુદ્દે તપાસ કરવામાં આવે.તેમણો દાવો છે કે લાંચ રૂશ્વત વિરોધી શાખામાં પણ મોટાપાયે ગડબડ છે જેની તપાસ કરવામાં આવે અને સરકાર આ મુદ્દે ખુલાસો કરે છે.

સ્ટિંગ ઓપરેશનમાં ભાજપના કોર્પોરેટર વૈશાલી પાટીલ સનસનીખેજ વાતો કરી રહ્યા છે.તો તેમના પતિ રાજેન્દ્ર પાટીલ પણ રૂપિયા આપીને કામની પતાવટનો રિવાજ ચાલતો હોવાની વાત કરી રહ્યા છે.ત્યારે આ મુદ્દે ચોક્કસ ગંભીર છે, પરંતુ સૌથી મોટો સવાલ એ સર્જાય છે કે શું સરકાર આ મામલે તપાસ કરાવશે.

Next Video