Kolkata Doctor Death : સુરત અને જામનગરમાં રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતર્યા, જુઓ Video

| Edited By: | Updated on: Aug 16, 2024 | 2:02 PM

દેશભરમાં કોલકતામાં દુષ્કર્મની ઘટનાના પડઘા પડી રહ્યાં છે. આ ઘટનાના પગલે ગુજરાતની વિવિધ હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબોએ હડતાળ પર ઉતર્યા છે. ત્યારે સુરત અને જામનગરમાં પણ તબીબો હડતાળ પર ઉતર્યા છે.

દેશભરમાં કોલકતામાં દુષ્કર્મની ઘટનાના પડઘા પડી રહ્યાં છે. આ ઘટનાના પગલે ગુજરાતની વિવિધ હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબોએ હડતાળ પર ઉતર્યા છે. ત્યારે સુરતમાં પણ મહિલા તબીબ પર થયેલા બળાત્કાર મામલે ડોકટરમાં રોષ જોવા મળ્યો છે. નવી સિવિલ હોસ્પિટલમાં રેસીડેન્ટ તબીબો હડતાળ પર હોવાના કારણે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

દર્દીઓ કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. નવી સિવિલના ડોક્ટરનું બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ છે. કોલકત્તા દુષ્કર્મ કેસમાં ઝડપી ન્યાયની ડોક્ટર્સે માગ કરી છે. મહિલા તબીબો માટે હોસ્પિટલ જ અસુરક્ષિત બની છે. હોસ્પિટલમાં હાલ માત્ર ઈમરજન્સી સેવા જ ચાલુ રાખવામાં આવ્યુ છે.

જામનગરમાં તબીબોએ કરી હડતાળ

બીજી તરફ જામનગરની જીજી હોસ્પિટલના જુનિયર અને રેસિડેન્ટ તબીબોની હડતાળ કરી છે. કોલકતા દુષ્કર્મ કેસમાં ઝડપી ન્યાયની માગ સાથે તબીબોએ હડતાળ કરી છે. જામનગરની હોસ્પિટલમાં ડોકટર્સ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરતા દર્દીઓને હાલાકીનો સામનો આવ્યો છે.માત્ર ઈમરજન્સી સેવાઓમાં જ બજાવવામાં ફરજ બને છે. 500થી વધુ જુનિયર અને રેસિડેન્ટ તબીબોએ હડતાળ કરી છે.