બિલકિસ બાનો કેસમાં 11 દોષિતોની મુક્તિ રદ કરવાના મામલે ગુજરાત સરકારને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની સમીક્ષા અરજી ફગાવી દીધી છે. કોર્ટે તેના 8 જાન્યુઆરીના નિર્ણય પર પુનર્વિચાર કરવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે 8 જાન્યુઆરીએ દોષિતોની મુક્તિ રદ કરી હતી. તેમજ ગુજરાત સરકાર પર કડક ટીપ્પણીઓ કરી હતી. આ પછી ગુજરાત સરકારે રિવ્યુ પિટિશન દાખલ કરી હતી.
ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં કરેલ અરજીમાં બિલકિસ બાનો કેસમાં દોષિતોની અકાળે મુક્તિને નકારી કાઢતા તેના નિર્ણયમાં રાજ્ય વિરુદ્ધની ટિપ્પણીઓને અન્યાયી ગણાવી હતી. તેમજ તે ટિપ્પણીઓ દૂર કરવા વિનંતી કરી હતી. ગુજરાત સરકારે અરજીમાં કહ્યું કે, કોર્ટનો 8મી જાન્યુઆરીનો નિર્ણય ખામીયુક્ત હતો. આમાં રાજ્યને અધિકારો હડપ કરવા અને વિવેકબુદ્ધિનો દુરુપયોગ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો.
Published On - 6:56 pm, Thu, 26 September 24