ગુજરાતના પ્રવક્તા પ્રધાને કહ્યું- કેચમેન્ટ એરિયામાં વરસાદ બંધ થતા વડોદરામાં 18થી 24 કલાકમાં સ્થિતિ સામાન્ય થશે

|

Aug 28, 2024 | 3:00 PM

ગુજરાત સરકારના પ્રવકત્તા પ્રધાને કહ્યું કે, કેચમેન્ટ એરિયામાં વરસાદ અટકે તો વડોદરામાં 18થી 24 કલાકમાં સ્થિતિ કાબૂમાં લઈ શકાશે. તેમણે કહ્યું કે, અત્યારે ભૂલ શોધવાનો સમય નથી. અત્યારે લોકોને મદદ કરવાનો સમય છે

ગુજરાતમાં ડિપ ડિપ્રેશને સર્જેલી વરસાદી તારાજી બાદ, ગુજરાત સરકારના પ્રવકત્તા અને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ, આજે વડોદરા દોડી ગયા હતા. વડોદરામાં છેલ્લા બે દિવસથી પરિસ્થિતિ ખુબ જ ખરાબ છે. શહેરભરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયેલા છે. લોકોને વરસાદી પૂરથી બચવા માટે પહેલા માળે અથવા તો મકાનના ધાબા પર આશરો લેવાની ફરજ પડી રહી છે. આવી અણધારી સ્થિતિમાં, લોકોને મદદરૂપ થવા માટે તંત્રે કામગીરી હાથ ધરી છે.

2005 અને 2024ની સ્થિતિ અંગે પુછાયેલા પ્રશ્ને, ગુજરાત સરકારના પ્રવકત્તા પ્રધાને, પત્રકારોને જણાવ્યું હતું કે, 2004-05 બાદ ફરી આવી સ્થિતિ સર્જાઈ છે. ત્રણ જળાશય છે જે ગેટેડ નથી તેનુ પાણી ઓવરફ્લો થઈને વિશ્વામિત્રીમાં આવી રહ્યું છે. ઓવરટોપિગ થતુ પાણી અન્ય કેનાલ કરીને ખંભાતના અખાતમાં છોડી શકાય તેવુ આયોજન હાથ ધરવા માટે મ્યુનિસિપલ કમિશનર સાથે વાત થઈ છે.

તેમણે વધુમાં કહ્યું કે, વિશ્વામિત્રી નદી વડોદરા શહેરમાંથી વહે છે. ઓવર ટોપિગ થઈને પાણી આવે ત્યારે આ સ્થિતિ સર્જાય છે. ખાસ કરીને ડેમ અને ઉપરવાસની વચ્ચેનુ પાણી વિશ્વામિત્રી નદીમાં આવી રહ્યું છે. ડેમને નિયંત્રિત કરી શકાય પણ કેચમેન્ટ વચ્ચેનું પાણી નદીમાં આવતા આવી સ્થિતિ સર્જાઈ છે. બન્ને ડેમનુ પાણી રોક્યુ છે. પ્રતાપગઢ-આજવાના કેચમેન્ટમાં પાણી નથી. પાણીનું સ્તર નોર્મલ થાય તેવા પ્રયાસ છે. જો સ્થિતિમાં સુધારો ના થાય તો લોકોના ખાવા માટે, દવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એક લાખ ફુડ પેકેટ તૈયાર કરાયેલા છે. તંત્રને મળતી ફરિયાદમાંથી પ્રાથમિકતા નક્કી કરીને ઉકેલ લાવવામાં આવતો હોવાનું પણ ગુજરાત સરકારના પ્રવકત્તાએ કહ્યું હતું.

 

 

Next Video