Narmada News : ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી, 42 ગામને અપાયુ એલર્ટ, જુઓ Video

|

Sep 28, 2024 | 12:08 PM

હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજાએ મોટાભાગના જિલ્લાઓમાં ધડબડાટી બોલાવી છે. ત્યારે સરદાર સરોવર સંપૂર્ણ ભરાવાથી ખૂબ જ નજીક છે. નર્મદા ડેમમાં 99.18 ટકા નર્મદા ડેમ ભરાયો છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજાએ મોટાભાગના જિલ્લાઓમાં ધડબડાટી બોલાવી છે. ત્યારે સરદાર સરોવર સંપૂર્ણ ભરાવાથી ખૂબ જ નજીક છે. નર્મદા ડેમમાં 99.18 ટકા નર્મદા ડેમ ભરાયો છે. તેમજ 138.44 મીટરે નર્મદા ડેમની સપાટી પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે.આ ડેમ સંપૂર્ણ ભરાવાથી માત્ર 24 સેન્ટીમીટર દૂર છે. નર્મદા ડેમમાં 1 લાખ 91 હજાર 224 ક્યૂસેક પાણીની આવક થઈ છે. ત્યારે નર્મદા નદીમાં 1 લાખ 15 હજાર 71 ક્યૂસેક પાણીની જાવક થઈ છે. વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામને એલર્ટ કરાયા છે.

રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા અને ભાણવડમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભાણવડ પંથકમાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે. પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદ ખાબક્તા મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે.

બીજી તરફ રે જામનગરના કાલાવડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ ફરી વરસાદ વરસતા બફારાથી લોકોને રાહત મળી છે. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. કાલાવડના શીશાંગ, નિકાવા, મોટાવડાલા, રાજડા, આણંદપરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. સતત વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.

Next Video