Rajkot: ચાલુ વરસાદે વિકાસ! વીરપુરમાં બસસ્ટેન્ડથી મુખ્ય મંદિર સુધીના રોડનું ચાલુ વરસાદે પણ કામ ચાલુ, જુઓ VIDEO
યાત્રાધામ વીરપુરમાં બસસ્ટેન્ડથી મંદિરને જોડતો 60 લાખના ખર્ચે RCC રોડ બની રહ્યો છે. જેમાં આજે વરસાદ ચાલુ હોવા છતાં રોડ પર સિમેન્ટ કોંક્રિટનો માલ પાથરવામાં આવી રહ્યો હતો. ચાલુ વરસાદે રોડ બની રહ્યો હોવાને લઈ ગુણવત્તા સામે પણ સવાલ ઉભા થયા છે.
Rajkot: પહેલા જ વરસાદમાં રોડ રસ્તા તૂટી જવા તે વાત હવે સામાન્ય બની ગઈ છે. નબળી ગુણવત્તા વાળી કામગીરીને લઈ આ સમસ્યાઓ સર્જાય છે. આવી જ સ્થિતિ યાત્રાધામ વીરપુરમાં (Virpur) જોવા મળી છે. વિરપુરના રોડના કામમાં કંઈક આવું જ જોવા મળ્યું હતું. વીરપુરમાં બસસ્ટેન્ડથી મુખ્ય મંદિર સુધીનો 60 લાખના ખર્ચે RCC રોડ બની રહ્યો છે. આ RCC રોડનું કામ આજે ચાલુ વરસાદે પણ થઈ રહ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થયો હતો. “ચાલુ વરસાદે વિકાસ” તેવા સ્લોગન સાથે આ વીડિયો વાયરલ થઈ રહ્યો હતો.
આ પણ વાંચો : 17 વર્ષિય વિદ્યાર્થીને શાળામાં હાર્ટએટેક આવતા મોત, CCTV આવ્યા સામે
આ રોડ અંગે સ્થાનિકોએ જણાવ્યુ કે, 20 વર્ષ પછી અહીં રોડ બની રહ્યો છે. જેમાં પહેલાથી જ સિમેન્ટ ઓછી નાખવામાં તો આવી જ રહી છે ઉપરથી ચાલુ વરસાદે રોડનું કામ થઈ રહ્યું હોવાથી સિમેન્ટ, કોંક્રેટ તેમજ રેતીના મટીરીયલ્સમાં તમામ સિમેન્ટ ધોવાઈને વહી જતી જોવા મળતી હતી અને વરસાદ બંધ થતાં રોડનું ધોવાણ થયું હોવાનું નજરે ચડ્યું હતું.
(with input: Nasir Boghani)