Rajkot Video : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વાર વિવાદમાં, અશ્વસંવર્ધન અને સંશોધન પ્રોજેક્ટમાં લાગ્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ
કાઠિયાવાડી અશ્વસંવર્ધન અને સંશોધન પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ રાજ્ય સરકારે 2010 - 2011માં યુનિવર્સિટીને 51 લાખ રુપિયાની ગ્રાન્ટ ફાળવી હતી. 51 લાખની ગ્રાન્ટ માંથી અશ્વ પર સંવર્ધન માટે રૂપિયા 20 લાખનો ઉપયોગ કર્યો હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે ફરી એક વાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અણ આવડત સામે આવી છે. કાઠિયાવાડી અશ્વસંવર્ધન અને સંશોધન પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ રાજ્ય સરકારે 2010 – 2011માં યુનિવર્સિટીને 51 લાખ રુપિયાની ગ્રાન્ટ ફાળવી હતી. 51 લાખની ગ્રાન્ટ માંથી અશ્વ પર સંવર્ધન માટે રૂપિયા 20 લાખનો ઉપયોગ કર્યો હતો.
લાખો રુપિયાની ગ્રાન્ટને તબેલા બનાવામાં વાપરી નાખ્યા હતા. છતા ઘોડા આવ્યા ન હતા. શેડ, ફેન્સિંગ, સમ્પ અને ઓફિસ તૈયાર કરવા 20 લાખનો ખર્ચ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 2017 સુધી પ્રોજેકટ્નું કામ આગળ ન વધતા સરકારે ગ્રાન્ટ વ્યાજ સહિત પરત કરવા સૂચના આપી હતી. તેમજ 2020માં સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા પશુપાલન વિભાગને 30 લાખની ગ્રાન્ટ પરત કરી છે. વિદ્યાર્થી નેતા દ્વારા RTIમાં સમગ્ર વિવાદ સામે આવ્યો છે.