Rajkot : વિદ્યાર્થીઓ માટે કાંકરા, મંકોડા અને કરોળિયાવાળી ચા અને ભોજન, આવી રીતે ભણશે ગુજરાત!

| Edited By: | Updated on: Jan 01, 2023 | 9:24 AM

રાજકોટના (Rajkot) ત્રંબાની ગ્લોબલ આયુર્વૈદિક કોલેજની હોસ્ટેલના ગુણવત્તા વગરના ભોજન મુદ્દે કોંગ્રેસ આગેવાનોએ પણ સંબંધિત અધિકારીઓએ રજૂઆત કરી હતી.હવે  જો હોસ્ટેલના તંત્ર દ્વારા આ અંગે  યોગ્ય પગલા નહીં લેવાય તો ઉચ્ચારી છે. 

વિદ્યાર્થીઓ રહેતા હોય તે  હોસ્ટેલમાં  પાણીની અને  અન્ય સમસ્યાઓની ફરિયાદ થતી હોય છે જોકે રાજકોટ નજીકની ત્રંબા  ગ્લોબલ આયુર્વૈદિક કોલેજની હોસ્ટેલનાં  આના કરતાં પણ  ખરાબ દ્રશ્યો સામે આવ્યા છે  અહીં ભોજનમાં કરોળિયા, મંકોડા, પથ્થર, ચાની પ્યાલીમાં માખીઓ જોવા મળી હતી. આ ભોજન આરોગવા લાયક તો નથી જ તે  દ્રશ્યો જોઈને જ સમજાઈ જાય તેવી બાબત છે.  પરંતુ  આ પ્રકારનું ભોજન વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યું તે કેટલી મોટી બેદરકારી છે તે પણ મોટો પ્રશ્ન છે. અહીં પ્રશ્ન એ ઉઠે  છે કે આવું  ગંદુ ભોજન ખાઈને કોલેજની વિદ્યાર્થિનીઓ બીમાર પડી તો કોણ જવાબદાર રહેશે ? કેટલીક વિદ્યાર્થિનીઓની ભોજનની થાળીમાં ઈયળ, મકોડા મળતા જ પ્રિન્સિપાલ અને હોસ્ટેલના સંચાલકોને ખરાબ ભોજન અંગે રજૂઆત કરી હતી.

આ પ્રકારના ખરાબ ગુણવત્તા અંગે લાંબા સમયથી કેન્ટિન સંચાલકોનું ધ્યાન દોરવામાં આવે છે. આમ છતાં ભોજનની ગુણવત્તામાં કોઈ જ સુધારો ન થતા વિદ્યાર્થિનીઓને હાલાકી ભોગવવી પડી રહી છે . રાજકોટના ત્રંબાની ગ્લોબલ આયુર્વૈદિક કોલેજની હોસ્ટેલના ગુણવત્તા વગરના ભોજન મુદ્દે કોંગ્રેસ આગેવાનોએ પણ સંબંધિત અધિકારીઓએ રજૂઆત કરી હતી.હવે  જો હોસ્ટેલના તંત્ર દ્વારા આ અંગે  યોગ્ય પગલા નહીં લેવાય તો  ઉચ્ચારી છે.

Published on: Jan 01, 2023 09:24 AM