Rain Report : છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ, સૌથી વધુ દ્વારકાના કલ્યાણપુરમાં 11 ઈંચ ખાબક્યો વરસાદ, જુઓ Video
ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 168 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ દ્વારકાના કલ્યાણપુરમાં 11 ઈંચ પડ્યો છે. માણાવદરમાં 10 ઈંચ વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 168 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ દ્વારકાના કલ્યાણપુરમાં 11 ઈંચ પડ્યો છે. માણાવદરમાં 10 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે વિસાવદરમાં 9 ઈંચ વરસાદ પડ્યો હતો. તેમજ પલસાણા અને કેશોદમાં 8.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
31 તાલુકામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો
તેમજ દ્વારકામાં પોણા 8 ઈંચ અને કપરાડામાં 8 ઈંચ વરસાજ વરસ્યો હતો. આ ઉપરાંત વાપી, માળીયાહાટીના, ચીખલીમાં 6 ઈંચ વરસાદ પડ્યો હતો. કામરેજ અને ઉપલેટામાં 6 ઈંચ વરસાદ પડ્યો છે. તેમજ 31 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.
ટકાવારી અનુસાર વરસાદની વાત કરીએ તો આ સિઝનમાં 44.29 ટકા વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્રમાં 66 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 50 ટકા અને ઉત્તર ગુજરાત-મધ્ય ગુજરાતમાં માત્ર 24 ટકા વરસાદ પડ્યો છે.