Rain Update : ગુજરાતના 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ, સૌથી વધુ નર્મદાના સાગબારામાં 7 ઈંચથી વધુ વરસાદ, જુઓ Video

|

Sep 28, 2024 | 9:18 AM

હવામાન વિભાગે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગાહી અનુસાર ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદથી વરસી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ નર્મદાના સાગબારામાં 7 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તો સુરેન્દ્રનગરના લખતરમાં 5.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જૂનાગઢમાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે. ઉમરપાડામાં 4.9 ઈંચ વરસાદ, રાજકોટના ધોરાજીમાં 4.5 ઈંચ વરસાદ, જૂનાગઢના માણાવદરમાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

પોરબંદર અને માંગરોળમાં 4 ઈંચ વરસાદ, 7 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. 26 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તો 68 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

Next Video