Rain Report : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 230 તાલુકામાં વરસાદ પડ્યો, સૌથી વધુ નવસારીના વાંસદામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો, જુઓ Video

|

Aug 04, 2024 | 10:39 AM

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતભરમાં ભારે વધારે વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 230 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ નવસારીના વાંસદામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. ડાંગના વઘઈમાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે. કપરાડામાં પોણા 6 ઈંચ વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતભરમાં ભારે વધારે વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 230 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ નવસારીના વાંસદામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. ડાંગના વઘઈમાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે. કપરાડામાં પોણા 6 ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ ડોલવણ અને ધરમપુરમાં પોણા 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત આહવા અને ખેરગામમાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે. 13 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળશે. આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.રાજ્યના અન્ય જિલ્લાઓમાં આજે ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.દક્ષિણ ગુજરાતમાં ઓફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેશર સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે.

Next Video