Navsari Video : સરસ્વતી કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓ પાસે ગુરુમાતાએ ભર વરસાદમાં ડાંગરનું વાવેતર કરાવ્યુ હોવાનો આક્ષેપ

|

Aug 13, 2024 | 1:22 PM

નવસારીના વાંસદા તાલુકામાં આવેલા ઘોડમાળ ગામની ઘટના સામે આવી છે. સરસ્વતી કન્યા છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થીનીઓ પાસે ડાંગર રોપાવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યુ છે. ત્યારે સરસ્વતી કન્યા છાત્રાલયના ગુરુ માતા ચંપાબેન બગરીયાએ પોતાના ખેતરમાં વિદ્યાર્થીનીઓ પાસે કામ કરાવ્યું છે.

નવસારીમાં વિદ્યાર્થીઓની પાસે વાવણીનું કામ કરાવવાનો વીડિયો વાયરલ થયો છે. નવસારીના વાંસદા તાલુકામાં આવેલા ઘોડમાળ ગામની ઘટના સામે આવી છે. સરસ્વતી કન્યા છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થીનીઓ પાસે ડાંગર રોપાવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યુ છે. ત્યારે સરસ્વતી કન્યા છાત્રાલયના ગુરુ માતા ચંપાબેન બગરીયાએ પોતાના ખેતરમાં વિદ્યાર્થીનીઓ પાસે કામ કરાવ્યું છે. અભ્યાસને બદલે વિદ્યાર્થીનીઓ પાસે ડાંગરનું વાવેતર કરાવવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે.

ગુરુમાતાની કામગીરી પર ઉઠ્યા અનેક સવાલો

આ પ્રકારની આશ્રમ શાળાઓમાં અનુસુચિત જાતી બાળકો નિવાસ કરતા હોય છે. આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓના ઘરે દૂર હોય તેવા વિદ્યાર્થીઓને મેરિટના આધારે એડમિશન આપવામાં આવતુ હોય છે. ભર વરસાદમાં વિદ્યાર્થીનીઓ અભ્યાસ છોડી ડાંગરની વાવણીમાં જોતરાઈ હોવાના વીડિયો સામે આવતા ગુરુમાતાની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે. તો ધારાસભ્ય અનંત પટેલના જણાવ્યા અનુસાર કપરાડા સહિતના વિસ્તારમાં આવેલી આશ્રમ શાળાઓમાં તપાસ કરવા અને કડક પગલા લેવા માટે કલેકટરને રજૂઆત કરવાની માહિતી આપી છે.

 

Published On - 1:17 pm, Tue, 13 August 24

Next Video