Rajkot Video : 21 વર્ષીય સગર્ભાનું પ્રસુતિ દરમિયાન થયું મોત, આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોનો ઇનકાર

| Edited By: | Updated on: Mar 16, 2024 | 2:04 PM

રાજકોટમાં 21 વર્ષીય સગર્ભાનું પ્રસૃતિ દરમિયાન મોત થયું હોવાની ઘટના બની છે. કોઠારિયા રોડ પર ફોરમ ક્લિનીકમાં યુવતીની પ્રસૃતિ કરાવી હતી. જ્યાં ડૉ. હિના પટેલ નામના તબીબે ડિલિવરી કરાવી હતી.

રાજકોટમાં 21 વર્ષીય સગર્ભાનું પ્રસૃતિ દરમિયાન મોત થયું હોવાની ઘટના બની છે. કોઠારિયા રોડ પર ફોરમ ક્લિનીકમાં યુવતીની પ્રસૃતિ કરાવી હતી. જ્યાં ડૉ. હિના પટેલ નામના તબીબે ડિલિવરી કરાવી હતી. તબીબની બેદરકારીને કારણે યુવતીનું મોત થયાંનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. આ ઘટનાની ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

ફોરમ ક્લિનિકના સંચાલક ડો.હિના પટેલ સામે નોંધાઇ ફરિયાદ IPC 304 અને એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. તેમજ ડોકટરની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોનો ઇનકાર કરે છે. બીજી તરફ ડો.હિના પટેલ અગાઉ ગેરકાયદે ગર્ભ પરીક્ષણના ગુનામાં પકડાયા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો