અમદાવાદના ખોખરા અનુપમ સિનેમા નજીક પડ્યો 6 ફુટ મોટો ભુવો, ઠેર-ઠેર ભરાયા પાણી, જુઓ-Video
અમદાવાદમાં ચોમાસાની શરુઆતની સાથે જ ભુવા પડવાની શરુઆત થઈ ચૂકી છે. ત્યારે અમદાવમાં ગઈકાલે મોડી રાતે અને વહેલી સવારે પડેલા વરસાદમાં અનેક વિસ્તામો ભુવા પડ્યા છે. તેમાં જ ખોખરા અનુપમ સિનેમા નજીક ભુવો પડતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.
અમદાવાદમાં પ્રથમ વરસાદે જ તંત્રના પ્રિ-મોન્સુન કામગીરીની ખુલી પોલ ખોલી નાખી છે. શહેરના અનેક વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાવવાની સાથે ઘણી જગ્યાઓ પર મસ મોટા ભુવા પડ્યા છે. ત્યારે હાલ મહાનગર પાલિકાએ ભુવાને કોર્ડન કરીને બંધ કર્યા છે પણ આ ભુવા પડવાને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
અમદાવાદના ખોખરા વિસ્તામાં પડ્યો ભુવો
તમને જણાવી દઈએ કે અમદાવાદના ખોખરા અનુપમ સિનેમા નજીક મોટો ભુવો પડ્યો છે. ત્યારે સર્કલ પાસે જ 6 ફુટનો મોટો ભુવો પડતા વાહનચાલકો પરેશાન થઈ ગયા છે. મહાનગર પાલિકાનાએ ભુવાને કોર્ડન કરી હાલ પુરતો બંધ કર્યો.
વાહન ચાલકોને હાલાકી પડી રહી
અમદાવાદમાં ચોમાસાની શરુઆતની સાથે જ ભુવા પડવાની શરુઆત થઈ ચૂકી છે. ત્યારે અમદાવમાં ગઈકાલે મોડી રાતે અને વહેલી સવારે પડેલા વરસાદમાં અનેક વિસ્તામો ભુવા પડ્યા છે. તેમાં જ ખોખરા અનુપમ સિનેમા નજીક ભુવો પડતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.
મહાનગર પાલિકા કોર્ડન કર્યો ભુવો
અમદાવાદમાં પહેલો જ વરસાદ પડ્યોને ભુવો પડી ગયા હોવાના વીડિયો સામે આવી રહ્યા છે જેમાં જોઈ શકાય છે અનુપમ વિસ્તારમાં 6 ફુટ ઉંડો ભુવો પડ્યો હતો. ત્યારે આ અંગેની જાણ થતા જ મહાનગર પાલિકાની ટીમ ધ્વારા તેને કોર્ડન કરવાની તૈયારીઓ આરંભી દીધી હતી જે બાદ આ વિસ્તાર પર કોર્ડન બોર્ડ લાગતા મુસાફરોને અવર જવરમાં તકલીફ પડી રહી છે આ સાથે ટ્રાફિકના પણ દ્રશ્યો સર્જાય રહ્યા છે.