PGP 2024 : ભારત સાથેની અમારી મિત્રતા ખુબ જ મજબૂત : ભારતમાં યુગાન્ડાના હાઈ કમિશનર જોઈસ કિકાફુંડા, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Feb 11, 2024 | 4:15 PM

પ્રવાસી ગુજરાતી પર્વ 2024ના કાર્યક્રમમાં વિશ્વભરના મહાનુભવો ઉપસ્થિત રહ્યાં છે. ભારતમાં યુગાન્ડાના હાઈ કમિશનર જોઈસ કિકાફુંડાએ ભારતીય પરંપરાથી તેમની વાર્તાલાપની શરુઆત કરી હતી. તેમને PGP 2024ના મંચ પર પીએમ મોદીના વખાણ કર્યા છે.

પ્રવાસી ગુજરાતી પર્વ 2024ના કાર્યક્રમમાં વિશ્વભરના મહાનુભવો ઉપસ્થિત રહ્યાં છે. જેમાં ભારતમાં યુગાન્ડાના હાઈ કમિશનર એચ.ઇ. કુ. જોઈસ કિકાફુંડા હાજર રહ્યા છે. તેમજ યુગાન્ડાના પ્રતિષ્ઠત માધવાણી પરિવારમાંથી નિમિષા માધવાણી હાજર રહ્યા હતા. ભારતમાં યુગાન્ડાના હાઈ કમિશનર જોઈસ કિકાફુંડાએ ભારતીય પરંપરાથી તેમની વાર્તાલાપની શરુઆત કરી હતી. તેમને PGP 2024ના મંચ પર પીએમ મોદીના વખાણ કર્યા છે.

તેમજ તેમણે જણાવ્યુ કે, પીએમ મોદીએ અગાઉ જ્યારે આફ્રિકા આવ્યા હતા. ત્યારે પીએમ મોદીએ યુગાન્ડાની મુલાકાત લીધી હતી. પીએમ મોદીની ઉપસ્થિતિથી અમને ખુબ જ ખુશી મળી હતી. યુગાન્ડાના હાઈ કમિશનર જોઈસ કિકાફુંડાએ જણાવ્યુ કે જી 20નો કાર્યક્રમ કરીને ભારતે ઘણી મોટી ઉપલબ્ધી નોંધાવી છે. યુગાન્ડાના હાઈ કમિશનરે જણાવ્યુ કે અમારી ભારત સાથેની મિત્રતા ખુબ જ સ્ટ્રોગ છે. તેમણે જણાવ્યુ કે જો તમે યુગાન્ડા આવો છો તો આપણે પાર્ટનરશીપ કરવામાં રસ ધરાવીએ છે.તમે પણ આગળ વધો અને અમે પણ આગળ વધીશું

 

Published on: Feb 10, 2024 05:18 PM