સળગતી ઈંઢોણી સાથે બાલિકાઓએ રાસની રમઝટ બોલાવી, દેશભરથી લોકો અનોખા ગરબા જોવા આવે છે જામનગર, જુઓ Video

| Edited By: | Updated on: Oct 07, 2024 | 3:56 PM

નવરાત્રીના અવસરમાં ગરબાની રમઝટ તો આખા ગુજરાતમાં જામી છે. પણ કેટલાંક વિસ્તારોમાં આજે પણ પરંપરાગત ગરબી માણતા લોકો નજરે પડે છે. વાત કરીએ જામનગરની તો તે અંગારા રાસ, ઈંઢોણી રાસ તેમજ મશાલ રાસ માટે વિશ્વ પ્રસિદ્ધ છે.

નવરાત્રીના અવસરમાં ગરબાની રમઝટ તો આખા ગુજરાતમાં જામી છે. પણ કેટલાંક વિસ્તારોમાં આજે પણ પરંપરાગત ગરબી માણતા લોકો નજરે પડે છે. વાત કરીએ જામનગરની તો તે અંગારા રાસ, ઈંઢોણી રાસ તેમજ મશાલ રાસ માટે વિશ્વ પ્રસિદ્ધ છે. ત્યારે શહેરના કડીયાવાડ વિસ્તારમાં આવેલ શ્રીરાંદલ અંબિકા કુમારિકા ગરબી મંડળ દ્વારા આ જ રીતે આગ સાથે વિશેષ રાસનું આયોજન કરવામાં આવે છે. જેમાં નાની-નાની બાળાઓ માથે સળગતી ઈંઢોણી પર ગરબા લઈને રાસ રમતી નજરે પડી હતી.

49 વર્ષ જૂની છે આ અનોખી પરંપરા

તો યુવાનોએ પણ સળગતી મશાલ સાથે રાસની રમઝટ બોલાવી હતી. મશાલમાં રહેલાં અંગારાઓને પટાંગણમાં વિખેરીને સળગતા અંગારા પર ખુલ્લા પગે ખેલૈયાઓ રાસ રમતા હોય છે. ઉલ્લેખનીય છે કે આ અનોખી ગરબી 49 વર્ષથી ચાલી રહી છે. અને તેને નિહાળવા માટે દેશભરમાંથી લોકો જામનગરમાં ઉમટતા હોય છે. આગ સાથેના આ અદભુત રાસને નિહાળવો એક અદ્વિતિય લહાવો મનાય છે.