વલસાડ: વાપીમાં વધુ એક કાર ચાલક બન્યો બેફામ, પાર્કિંગમાં બેઠેલા યુવકને લીધો અડફેટે, જુઓ Video

| Edited By: | Updated on: Oct 30, 2024 | 2:55 PM

વલસાડના વાપીમાં અકસ્માતની ઘટના બની છે. હકીમજી માર્કેટના પાર્કિંગમાં કારે યુવકને અડફેટે લીધો છે.પાર્કિંગમાં બાઈક પર બેઠેલા યુવકને કાર ચાલકે ટક્કર મારી હતી. ઝડપથી કાર રિવર્સ લેતા દરમિયાન સર્જાઇ ઘટના સર્જાઈ હતી.

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે વલસાડના વાપીમાં અકસ્માતની ઘટના બની છે. હકીમજી માર્કેટના પાર્કિંગમાં કારે યુવકને અડફેટે લીધો છે.પાર્કિંગમાં બાઈક પર બેઠેલા યુવકને કાર ચાલકે ટક્કર મારી હતી. ઝડપથી કાર રિવર્સ લેતા દરમિયાન સર્જાઇ ઘટના સર્જાઈ હતી. સ્થાનિકો દ્વારા તાત્કાલિક ધોરણે ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયો છે.

બીજી તરફ આ અગાઉ વડોદરાના સાવલી મંજુસર GIDC પાસે દુર્ઘટનામાં 2ના મોત થયા હતા. કચરો ખાલી કરવા માટે ડમ્પર ઉંચુ કરતા 2 લોકોને વીજ કરંટ લાગ્યો હતો. વીજ લાઇનને ડમ્પર અડી જતા 2 લોકો મોતને ભેટ્યા હતા. અન્ય 2 લોકો ગંભીર રીતે દાઝ્યા હતા.  GIDCના ફાયર ફાઇટરે સળગતું ડમ્પર ઓલવ્યું હતુ. મંજુસર પોલીસ, મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી.