Monsoon 2023 : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ, મોટાભાગના ગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ, જુઓ Videoમાં તારાજીના દ્રશ્યો
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે જિલ્લાના ચારે તાલુકામાં મેઘ કહેર જોવા મળી છે. તો કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. તેમજ દ્વારાકાના ભાટિયા અને લાંબા ગામે ધોધમાર વરસાદ ખાબક્યો છે.
Devbhumi Dwarka Rain : હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં વરસાદ ખાબકી રહ્યો છે. ત્યાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે જિલ્લાના ચારે તાલુકામાં મેઘ કહેર જોવા મળી છે. તો કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. તેમજ દ્વારાકાના ભાટિયા અને લાંબા ગામે ધોધમાર વરસાદ ખાબક્યો છે.
ભારે વરસાદના પગલે લાંબા ગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. તો વરસાદી પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો આ તરફ ભાટિયા શહેરની મુખ્ય બજારોમાં નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. તો બજારોમાં પણ પાણી વહેતા થયા છે. જેના પગલે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો