સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પાર્થેશ્વર મંદિરમાં મહાપૂજા સાથે વિશેષ શિવલિંગનું પૂજન, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Mar 08, 2024 | 5:22 PM

મહાશિવરાત્રી પર સોમનાથ ટ્રસ્ટ દ્વારા હજારો શ્રદ્ધાળુઓને પંચ મહાભૂતની અનુભૂતિ કરાવતી શિવજીના સૌથી પવિત્ર સ્વરૂપ પાર્થેશ્વર શિવલિંગની પૂજા કરાવવામાં આવી છે. તો મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે 1 હજાર પરિવારો દ્વારા પાર્થેશ્વર મહાપુજા કરવામાં આવી હતી.

મહાશિવરાત્રી એટલે ભોળાનાથના ભક્તો માટે વર્ષનો સૌથી મોટો મહોત્સવ. મહાશિવરાત્રીના પર્વ પર શિવભક્તો મહાદેવની અનેકવિધ પ્રકારે આરાધના કરતા હોય છે અને તેમાં પણ વિશેષરૂપે જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં શિવ પૂજનનું શાસ્ત્રમાં પણ અનેરૂ મહાત્મય વર્ણવવામાં આવ્યું છે.

ત્યારે મહાશિવરાત્રી પર સોમનાથ ટ્રસ્ટ દ્વારા હજારો શ્રદ્ધાળુઓને પંચ મહાભૂતની અનુભૂતિ કરાવતી શિવજીના સૌથી પવિત્ર સ્વરૂપ પાર્થેશ્વર શિવલિંગની પૂજા કરાવવામાં આવી છે. તો મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે 1 હજાર પરિવારો દ્વારા પાર્થેશ્વર મહાપુજા કરવામાં આવી હતી.