Porbandar Video: પૂર્વ પ્રમુખે પોતાના ભાઈને પાર્ટી પ્લોટ આપ્યો હોવાનો કોળી સમાજના આગેવાનોએ કર્યો આક્ષેપ
પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સરજુ કારીયા પર ગંભીર આક્ષેપ લાગ્યાં હોવાનું સામે આવ્યુ છે. નવરાત્રીમાં પૂર્વ પ્રમુખે પોતાના ભાઇને ફાયદો કરાવવા માટે પાર્ટી પ્લોટની ફાળવણી કરી હોવાનો આરોપ લાગ્યો છે. નવરાત્રીમાં ચોપાટી પાર્ટી પ્લોટની ફાળવણીને લઇ કોળી સમાજમાં રોષ ફેલાયેલો જોવા મળ્યો છે.કોળી સમાજનો આરોપ છે કે નવરાત્રીમાં પાર્ટી પ્લોટ ફાળવણી માટે પ્રથમ કોળી સમાજે અરજી કરી હતી.
Porbandar News : પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સરજુ કારીયા પર ગંભીર આક્ષેપ લાગ્યાં હોવાનું સામે આવ્યુ છે. નવરાત્રીમાં પૂર્વ પ્રમુખે પોતાના ભાઇને ફાયદો કરાવવા માટે પાર્ટી પ્લોટની ફાળવણી કરી હોવાનો આરોપ લાગ્યો છે. નવરાત્રીમાં ચોપાટી પાર્ટી પ્લોટની ફાળવણીને લઈ કોળી સમાજમાં રોષ ફેલાયેલો જોવા મળ્યો છે.
કોળી સમાજનો આરોપ છે કે નવરાત્રીમાં પાર્ટી પ્લોટ ફાળવણી માટે પ્રથમ કોળી સમાજે અરજી કરી હતી. ત્યારબાદ સરજુ કાળીયાના ભાઈએ પણ માગ કરી હતી. કોળી સમાજે પહેલા અરજી કરી હોવા છતાં પૂર્વ પ્રમુખે તેમના ભાઇના ફાયદા માટે તેને પાર્ટી પ્લોટની ફાળવણી કરી આપી છે.પોતાના ભાઇને નવરાત્રીમાં આર્થિક ફાયદો કરાવવા માટે કોળી સમાજ સાથે પૂર્વ પ્રમુખે અન્યાય કર્યો હોવાનો આક્ષેપ છે.