Banaskantha : સિમેન્ટના ટ્રેલરમાં દારુની હેરાફેરી ! અમીરગઢ બોર્ડર પર LCBએ 95 લાખ દારુનો જથ્થો ઝડપ્યો, જુઓ Video

| Edited By: | Updated on: Jan 16, 2025 | 2:48 PM

ગુજરાતમાં દારુબંધી હોવા છતા અનેક વાર દારુનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે બનાસકાંઠાના અમીરગઢ બોર્ડર પર દારુનો જથ્થો ઝડપાયો છે. અમીરગઢ બોર્ડર પર સિમેન્ટના ટ્રેલરમાં દારુનો જથ્થો ભરીને હેરાફેરી થતી હોવાનો પર્દાફાશ થયો છે.

ગુજરાતમાં દારુબંધી હોવા છતા અનેક વાર દારુનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે બનાસકાંઠાના અમીરગઢ બોર્ડર પર દારુનો જથ્થો ઝડપાયો છે. અમીરગઢ બોર્ડર પર સિમેન્ટના ટ્રેલરમાં દારુનો જથ્થો ભરીને હેરાફેરી થતી હોવાનો પર્દાફાશ થયો છે. રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતા ટ્રેલરમાં 95 લાખનો દારુની હેરાફેરી થતી હતી તે સમયે LCBએ જથ્થો ઝડપ્યો છે. પોલીસે પ્રોહિબિશન હેઠળ ગુનોં નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસકર્મીના ઘરેથી ઝડપાયો હતો દારુ

બીજી તરફ અરવલ્લીના રહિયોલમાં પોલીસકર્મીના ઘરેથી દારૂનો જથ્થો ઝડપાયો હતો. LCBએ પોલીસકર્મી વિજય પરમારના ઘરેથી રૂ 1.76 લાખનો દારૂ ઝડપાયો હતો. પોલીસકર્મીના ઘરના રસોડામાંથી વિદેશી દારૂની 2138 બોટલ ઝડપાઇ હતી. LCBએ વિજય પરમારના ઘરેથી રૂ.1.76 લાખનો દારૂ ઝડપાયો હતો. પોલીસ કોન્સ્ટેબલ વિજય પરમાર દરોડા પહેલા જ ફરાર થઈ ગયો હતો. આ અગાઉ પણ દારૂ કેસમાં વિજય પરમાર ઝડપાઈ ચૂક્યો હતો. વિજય પરમાર પોરબંદર જિલ્લામાં ફરજ બજાવતો હતો. LCBની ટીમે આરોપી કોન્સ્ટેબલને ઝડપી લેવા તજવીજ હાથધરી હતી.