આજે વિધાનસભા સત્રનો અંતિમ દિવસ, રાજ્યમાં પડકાયેલા ડ્રગ્સ મુદ્દે હર્ષ સંઘવી આપશે જવાબ, જુઓ Video
ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રનો આજે અંતિમ દિવસ છે. આજે સવારે 10 વાગ્યે બેઠક મળવાની છે. ટૂંકી મુદ્દતના પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરૂઆત થઈ છે. પ્રશ્નોત્તરી કાળ બાદ નિયમ 116 અંતર્ગત ડ્રગ્સ મુદ્દે ચર્ચા થશે.
ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રનો આજે અંતિમ દિવસ છે. આજે સવારે 10 વાગ્યે બેઠક મળવાની છે. ટૂંકી મુદ્દતના પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરૂઆત થઈ છે. પ્રશ્નોત્તરી કાળ બાદ નિયમ 116 અંતર્ગત ડ્રગ્સ મુદ્દે ચર્ચા થશે. ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી ગુજરાતમાંથી પકડાયેલા ડ્રગ્સ મુદ્દે આજે જવાબ આપશે. જાહેર અગત્યની બાબતો પર આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ નિવેદન રજૂ કરશે.વિવિધ વિભાગના ઓડિટ અહેવાલો મેજ પર મુકાશે.
ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક ગૃહમાં પણ રજૂ કરવામાં આવશે.ભ્રષ્ટ અધિકારીઓ તથા કર્મચારીઓ સહિતના લોકોની સંપત્તિ જપ્ત કરવા અંગેના બિલ પર ચર્ચા કરવામાં આવશે.ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવશે.કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા અંતિમ દિવસનો પ્રસ્તાવ મુકી શકે છે. રાજ્યમાં જાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દે કોંગ્રેસ પ્રસ્તાવ મુકી શકે છે.