JAMNAGAR : સરકારી ફિઝિઓથેરાપી કોલેજમાં રેગિંગ કેસ, 15 સિનિયર વિદ્યાર્થીઓએ 28 છાત્રોનું રેગિંગ કર્યાનું તપાસમાં ખુલ્યુ
નોંધનીય છેકે 23 ડિસેમ્બરના રોજ જામનગરની મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના બની હોવાની ફરિયાદ ઉઠતા ખળભળાટ મચી ગયો હતો. જામનગરની ફિજીયોથેરાપી કોલેજમાં આ બનાવ બન્યો હતો. જ્યાં 28 તાલીમાર્થી વિદ્યાર્થીઓ પર 15 સીનિયર વિદ્યાર્થીઓ રેગિંગ કર્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
જામનગરની સરકારી ફિઝિઓથેરાપી કોલેજમાં રેગિંગ કેસના તપાસમાં ખુલાસો થયો છે. હાલ આ મામલે એન્ટી રેગિંગ કમિટી તપાસ કરી રહી છે. જેમાં સામે આવ્યું છે કે, 15 સિનિયર વિદ્યાર્થીઓએ 28 વિદ્યાર્થીઓનું રેગિંગ કર્યુ હતું. જવાબદાર 6 વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી ડિટેન કરવામાં આવશે. જ્યારે અન્ય સામે પણ પગલાં લેવામાં આવશે. મહત્વનું છે કે, તપાસ દરમિયાન 40 જેટલા વિદ્યાર્થીઓના નિવેદન લેવામાં આવ્યા હતા.એટલું જ નહિં કેટલાક હાજર ન હોવાથી તેમના ટેલિફોનિક નિવેદન નોંધાયા હતા.
જામનગરમાં સરકારી કોલેજમાં રેગિંગની ઘટનાથી ખળભળાટ મચ્યો
નોંધનીય છેકે 23 ડિસેમ્બરના રોજ જામનગરની મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના બની હોવાની ફરિયાદ ઉઠતા ખળભળાટ મચી ગયો હતો. જામનગરની ફિજીયોથેરાપી કોલેજમાં આ બનાવ બન્યો હતો. જ્યાં 28 તાલીમાર્થી વિદ્યાર્થીઓ પર 15 સીનિયર વિદ્યાર્થીઓ રેગિંગ કર્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જોકે રેગિંગનો મામલો સામે આવતા તાત્કાલિક એન્ટી રેગિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી.
આ ઘટના અંગે એન્ટી રેગિંગ કમિટીને સમગ્ર મામલાની તપાસની જવાબદારી સોંપવામાં આવી હતી. તો તપાસમાં ભોગ બનનાર વિદ્યાર્થીઓ અને સીનિયર વિદ્યાર્થીઓને નિવેદન માટે કમિટીએ બોલાવ્યા હતા. બીજી તરફ ઘટના અંગે કોલેજના પ્રિન્સિપાલે કહ્યું, રેગિંગની વાત સાચી હશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે હવે આ ઘટનાની તપાસમાં જવાબદાર વિદ્યાર્થીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી આરંભી દેવામાં આવી છે.