Rain News : જામનગરમાં જળબંબાકારની સ્થિતિ, અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ, 180 લોકોને રેસ્ક્યુ કરાયા, જુઓ Video

| Edited By: | Updated on: Aug 28, 2024 | 11:28 AM

જામનગરમાં સતત ત્રણ દિવસ અવિરત વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જામનગરમાં છેલ્લા 24 કલાકમાં 15 ઈંચથી વધુ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી પાણી થઈ ગયુ છે. અનેક વિસ્તારો, સોસાયટી અને ધરોમા પાણી ભરાયા છે.

જામનગરમાં સતત ત્રણ દિવસ અવિરત વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જામનગરમાં છેલ્લા 24 કલાકમાં 15 ઈંચથી વધુ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી પાણી થઈ ગયુ છે. અનેક વિસ્તારો, સોસાયટી અને ધરોમા પાણી ભરાયા છે. જનજીવનને માઠી અસર થઈ રહી છે.

ભારે વરસાદના પગલે અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનવ્યવહારને અસર થઈ છે. જામનગર – દ્વારકા હાઈવે પર બેડ નજીક પાણીનો પ્રવાહ વધતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારના અનેક માર્ગમાં પાણી ફરી વળતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે.

બે દિવસથી અનેક સોસાયટી પાણીમાં ગરકાવ થયો છે. સોસાયટીમાં રહેલા વાહનોમાં કારણે નુકસાન થયો છે.અનેક ઘરોમાં પાણી ફરી વળ્યા જેના કારણે ધરવખરીને સહીતનો સામાનને મોટુ નુકસાન થયુ છે. જિલ્લામાં 180 લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. 10 ફાયરની ટીમે, 1 એસડીઆરએફની, 1 એનડીઆરએફની ટીમ અને સ્થાનિક પોલીસના જવાનો તેમજ હોમગાર્ડના જવાનો દ્રારા લોકોને સ્થળાંતર અને રેસ્ક્યુ માટે સરાહનીય કામગીરી કરવામાં આવી છે.