નર્મદા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો ! જળ સપાટીમાં 137. 72 મીટરે પહોંચી, જુઓ Video

|

Sep 20, 2024 | 12:17 PM

નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમની જળ સપાટીમાં 137. 72 મીટરે પહોંચી છે. નર્મદા ડેમ સંપૂર્ણ ભરાવાથી માત્ર 0.95 મીટર દૂર છે.

નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમની જળ સપાટીમાં 137. 72 મીટરે પહોંચી છે. નર્મદા ડેમ સંપૂર્ણ ભરાવાથી માત્ર 0.95 મીટર દૂર છે. ઉપરવાસમાંથી 43 હજારથી વધુ ક્યુસેક પાણી છોડાયુ હોવાના પગલે નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમમાંથી 22 હજારથી વધુ ક્યુસેક પાણી છોડાયુ છે. નર્મદા નદીમાં કૂલ 52 હજારથી વધુ ક્યૂસેક પાણી છોડાયુ છે.

અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. જ્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને વધુ એક આગાહી કરી છે. તો બીજી તરફ 27 થી 30 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત અમદાવાદ તેમજ ગાંધીનગર સહિતના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.

મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં સામાન્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. વલસાડ, ડાંગ સહિતના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.3 ઓક્ટોબર સુધી અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે.

Next Video