ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમની નવરાત્રીમાં મહાઆરતીમાં જોવા મળ્યા અદ્દભૂત દૃશ્યો, હજારો દીપકોથી મા ના મુખારવિંદની બનાવાઈ પ્રતિકૃતિ- Video

| Edited By: | Updated on: Oct 11, 2024 | 5:37 PM

ગાંધીનગરમાં આયોજિત કલ્ચરલ ફોરમ નવરાત્રીમાં મહાઆરતીમાં અદ્દભૂત દૃશ્યો જોવા મળ્યા. હજારો દીવાઓ પ્રગટાવી આરતી કરવામાં આવી હતી. આ દીવાઓની મદદથી મા ના મુખારવિંદની પ્રતિકૃતિ રચવામાં આવી હતી.

ગાંધીનગરમાં આયોજિત કલ્ચરલ ફોરમની નવરાત્રીમાં આઠમની રાત્રે મહાઆરતી યોજાઈ હતી. સૌથી પહેલાં આપ ગાંધીનગર ક્લ્ચરલ ફોરમની મહાઆરતીમાંથી સામે આવેલા દ્રશ્યો નિહાળો. અહીં દિવડાઓની મદદથી માના મુખારવિંદની રચના કરવામાં આવી. માત્ર દિવડાઓના માધ્યમથી આટલું અદભુત સર્જન. ખરેખર અચરજ જગાવે તેવું છે. ઉલ્લેખનીય છે કે કલ્ચરલ ફોરમના ગરબામાં વર્ષ 2006 થી આ રીતે દીવાઓના માધ્યમથી આકૃતિનું નિર્માણ કરવાની પરંપરા શરૂ કરાઈ હતીઅને આજે તે આખા ગુજરાતમાં વિસ્તરી છે. આ મહા આરતીના દર્શન કરવા એ ભક્તો માટે અનેરો લહાવો બની રહે છે.

આ તરફ ગાંધીનગરના કેસરિયા ગરબામાં પણ 51 હજાર દીવડાઓથી મહાઆરતી કરવામાં આવી હતી. 51 હજાર દિવડાઓની મદદથી “આદિયોગી” એટલે કે શિવજીની આકૃતિનું નિર્માણ કરાયું હતું. આઠમના દિવસે આયોજીત આ મહાઆરતીમાં BCCIના સેક્રેટરી જય શાહ, રાજ્યસભાના સાંસદ મયંક નાયક પણ હાજર રહ્યા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો