Rajkot : રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ, જુઓ Video
ઈફ્કો દ્વારા રાસાયણિક ખાતરના ભાવમાં વધારો જાહેર કરાયો છે. તેને પગલે ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. રાસાયણિક ખાતરના વધેલા ભાવ અંગે રાજકોટના ધોરાજીના ખેડૂતોએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
ઈફ્કો દ્વારા રાસાયણિક ખાતરના ભાવમાં વધારો જાહેર કરાયો છે. તેને પગલે ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. રાસાયણિક ખાતરના વધેલા ભાવ અંગે રાજકોટના ધોરાજીના ખેડૂતોએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ભાવ વધારાને અયોગ્ય ગણાવ્યો હતો. ખેડૂતોનો આક્ષેપ છે કે ખાતર વગર ઉનાળુ વાવેતર શક્ય નથી. એક તરફ “દેશી ખાતર” મળી નથી રહ્યું. અને બીજી તરફ રાસાયણીક ખાતરનો ભાવ વધારીને સરકાર ખેડૂતોની કમર તોડી રહી છે.
ઉનાળુ પાકનું વાવેતર બનશે મુશ્કેલ
ઉનાળુ પાકમાં મોટાપાયે મગફળી, તલ, મકાઈ, કઠોળ, ડુંગળીનું વાવેતર કરવામાં આવતું હોય છે. જેમાં ખાતરની જરૂર પડે છે. ખેડૂતોને તેમની જણસના પૂરા ભાવ મળી રહ્યા નથી. આ ઉપરથી ઈફ્કોએ રાસાયણિક ખાતરમાં 50 કિલોની બેગ દીઠ રૂપિયા 250નો વધારો કર્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે આવી રીતે ભાવ વધારીને તંત્ર ખેડૂતોને આત્મહત્યા તરફ ધકેલી રહ્યું છે.