Bhavnagar Video: કાળીયાબીડ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના, માતા અને પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા

| Edited By: | Updated on: Aug 23, 2023 | 9:59 AM

ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે આવી રહેલી કારે માતા અને પુત્રને ટક્કર મારી હતી.અકસ્માત સર્જયા બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થયો છે.

Bhavnagar : રાજ્યમાં અવારનવાર અકસ્માત સર્જાતો હોય છે. બેફામ વાહન હંકારવાથી અનેક લોકોને જીવગુમાવવાનો વારો આવ્યો છે. જ્યાં ભાવનગરમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે. ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે આવી રહેલી કારે માતા અને પુત્રને ટક્કર મારી હતી.

આ પણ વાંચો: ભાવનગરમાં કરોડોના ખર્ચે તૈયાર થયેલી સરકારી સુપર સ્પેશ્યિલિટી હોસ્પિટલ બની શોભાના ગાંઠિયા સમાન, ઉદ્દઘાટનના વાંકે ખાઈ રહી છે ધૂળ- જુઓ Video

અકસ્માત સર્જયા બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થયો છે. ગંભીર ઈજાગ્રસ્ત માતા-પુત્રને સરટી હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કાર ચાલકની તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં કારચાલક ઓવરસ્પીડમાં હોવાનો ખુલાસો થયો છે. અકસ્માત સર્જનાર કારચાલક સગીર હોવાની શક્યતા છે.

તો આ અગાઉ અમદાવાદના રિવરફ્રન્ટ પર અકસ્માતની ઘટના સામે આવી હતી. કારની અડફેટે 2 લોકોને ઈજા પહોંચી હતી. બન્ને ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે અકસ્માત અંગે તપાસ હાથ ધરી હતી.

ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 23, 2023 09:52 AM