Rain News : 2 કલાકમાં 63 તાલુકામાં વરસાદ, કચ્છના મુદ્રામાં ભારે પવન સાથે 3 ઈંચ ખાબક્યો વરસાદ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છમાં મેઘરાજાએ ધૂંઆધાર બેટિંગ કરી છે. કચ્છમાં છેલ્લા 24 કલાકમાં સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. તેમજ આજે 2 કલાકમાં ગુજરાતના 63 તાલુકામાં વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છમાં મેઘરાજાએ ધૂંઆધાર બેટિંગ કરી છે. કચ્છમાં છેલ્લા 24 કલાકમાં સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. અબડાસા,લખપત, નખત્રાણા, માંડવીમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અબડાસામાં 11 ઈંચ , લખપતમાં 9 ઈંચ વરસાદ ખાબક્યો છે. અંજારમાં 5 ઈંચ, મુન્દ્રામાં 4, ભુજમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે.
ગાંધીધામ 3 ઈંચ, રાપર-ભચાઉમાં એક થી દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ ગુજરાતમાં આજે છેલ્લા 2 કલાકમાં 63 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે કચ્છમાં વરસાદ વરસ્યો છે. 2 કલાકમાં કચ્છના મુદ્રામાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે માંડવીમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત 5 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં 238 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં 238 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ દ્વારકાના ભાણવડમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. કચ્છના અબડાસામાં 11 ઈંચ વરસાદ વરસ્યો છે. દ્વારકાના કલ્યાણપુરમાં 10.5 ઈંચ વરસાદ વરસ્યો છે. કચ્છના લખપતમાં 9 ઈંચ વરસાદ વરસ્યો છે. દ્વારકાના ખંભાળિયામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો છે.
જામજોધપુરમાં 9 ઈંચ, દ્વારકામાં 8.5 ઈંચ, કચ્છના નખત્રાણામાં 8 ઈંચ, માંડવીમાં 7.2 ઈંચ, જામનગરના કાલાવડમાં 6.9 ઈંચ, જામનગરના લાલપુરમાં 7.2 ઈંચ, 9 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ, 9 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ, 8 તાલુકામાં 2 ઈંચથી વધુ, 35 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.