Navsari News : નવસારીના 12 વિસ્તારમાં પૂર્ણા નદીએ વિનાશ વેર્યો, બ્રિજને ભારે નુકસાન, જુઓ Video
નવસારીમાં ધોધમાર વરસાદ બાદ શહેરીજનો માટે રાહતના સમાચાર આવ્યા છે. પૂર્ણા નદીના પાણી ઓસરી રહ્યાં છે. ત્યારે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. નવસારીના 12 વિસ્તારમાં પૂર્ણા નદીએ વિનાશ વેર્યો છે.
નવસારીમાં ધોધમાર વરસાદ બાદ શહેરીજનો માટે રાહતના સમાચાર આવ્યા છે. પૂર્ણા નદીના પાણી ઓસરી રહ્યાં છે. ત્યારે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. નવસારીના 12 વિસ્તારમાં પૂર્ણા નદીએ વિનાશ વેર્યો છે.પૂર્ણા નદીની સપાટી હાલ 18 ફૂટથી નીચે પહોંચી છે.
યુદ્ધના ધોરણે રસ્તાનું સમારકામ શરુ કરાયું
જો કે નવસારી બારડોલીને જોડતા સુપા ગામના બ્રિજને મોટાપાયે નુકસાન થયુ છે.બ્રિજની રેલિંગ તૂટી છે. તેમજ અપ્રોચ પણ ધોવાયો છે. બ્રિજ વચ્ચેના 15 મીટર સ્લેબને ભારે નુકસાના થયુ છે. રસ્તો બંધ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
નવસારીથી બારડોલી જવા 10 કિલોમીટર લાંબો જવા મજબૂર થયો છે. યુદ્ધના ધોરણે રસ્તાનું સમારકામ શરૂ કરાયું છે. ઝડપથી રસ્તો સરખો કરવાની તંત્રની બાહેંધરી કરી છે.