વડોદરા હરણી દુર્ઘટના મામલે જવાબદારો સામે કાર્યવાહી કરવા વાલી મંડળની શિક્ષણ પ્રધાનને રજૂઆત
બોટ દુર્ઘટનાના 20 દિવસ બાદ પણ શાળા સંચાલકો અને VMCના અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરાઈ નથી. ત્યારે દુર્ઘટનાના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા ગાંધીનગર ખાતે રજૂઆત કરી છે. ઉલ્લ્ખનીય છે કે, હરણી બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષિકા સહિત 14 લોકોના ડૂબવાથી મોત થયા હતા.
વડોદરા હરણી દુર્ઘટના મામલે વાલી એસોસિએશન મંડળે શિક્ષણ પ્રધાનને રજૂઆત કરી છે. બોટ દુર્ઘટનાના 20 દિવસ બાદ પણ શાળા સંચાલકો અને VMCના અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરાઈ નથી. ત્યારે દુર્ઘટનાના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા ગાંધીનગર ખાતે રજૂઆત કરી છે.
ઉલ્લ્ખનીય છે કે, હરણી બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષિકા સહિત 14 લોકોના ડૂબવાથી મોત થયા હતા. જે બાદ બોટ સંચાલકો સહિત જવાબદાર લોકો સામે કાર્યવાહી કરાઈ હતી. ત્યારે હવે વાલી એસોસિએશનએ સ્કૂલની માન્યતા રદ કરી અને સ્કૂલ માલિક સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.
આ પણ વાંચો વડોદરા : હરણી બોટ દુર્ઘટના કેસમાં આરોપી નિલેશ જૈન અને અલ્પેશ ભટ્ટના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર