Ahmedabad : GSRTCની વોલ્વોમાં મહાકુંભમાં ગયેલા 47 યાત્રિકો સુરક્ષિત, જાણો સંપૂર્ણ માહિતી
પ્રયાગરાજના મહાકુંભમાં આજે મૌની અમાવસ્યા પર શાહી સ્નાન છે. આ દરમિયાન, સવારે સંગમ નોઝ પર અવરોધ તૂટવાથી નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આવી સ્થિતિમાં ઘણા લોકો ઘાયલ થયા હતા.
પ્રયાગરાજના મહાકુંભમાં આજે મૌની અમાવસ્યા પર શાહી સ્નાન છે. આ દરમિયાન, સવારે સંગમ નોઝ પર અવરોધ તૂટવાથી નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આવી સ્થિતિમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભાગદોડમાં 24 લોકોના મોતની આશંકા કરવામાં આવી રહી છે.
વોલવોમાં ગયેલા તમામ 47 યાત્રિકો સુરક્ષિત
અમદાવાદથી ગુજરાત સરકારની વોલવોમાં ગયેલા તમામ 47 યાત્રિકો સુરક્ષિત છે. મુખ્યમંત્રીએ ફ્લેગ ઓફ કરાવેલા યાત્રિકોએ મહાકુંભમાં સ્નાન કર્યું છે. GSRTCની પ્રથમ બસ સ્નાન બાદ પરત થઈ છે. મૌની અમાવસ્યાને કારણે વધુ ભીડ હોવાથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. હજારો વાહનો મહાકુંભ ક્ષેત્રમાં આવતા હોવાથી પરત થવામાં મોડું થઈ રહ્યું છે. ગુજરાત સરકારના GSRTC વિભાગ તરફથી મહાકુંભ માટે આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
Published on: Jan 29, 2025 01:08 PM