Rajkot News : ગોંડલ માર્કેટ યાર્ડમાંથી 600 કિલો ચાઈનીઝ લસણ મળતા લોકોમાં ખળભળાટ, જુઓ Video

| Edited By: | Updated on: Sep 07, 2024 | 5:08 PM

રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઈનીઝ લસણ મળતા ખળભળાટ મચ્યો છે. રાજકોટના ઉપલેટાથી ચાઈનીઝ લસણ હોવાની માહિતી મળતા લોકોમાં ખળભળાટ જોવા મળ્યો છે.

રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઈનીઝ લસણ મળતા ખળભળાટ મચ્યો છે. રાજકોટના ઉપલેટાથી ચાઈનીઝ લસણ હોવાની માહિતી મળતા લોકોમાં દોડધામ મચી ગઈ. ગોંડલ માર્કેટ યાર્ડમાં 30 કટ્ટા એટલે કે અંદાજીત 600 કિલો ચાઈનીઝ લસણ ઉતારવામાં આવ્યુ હોવાની માહિતી મળી હતી. ભારતમાં 2006થી ચાઈનીઝ લસણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ગોંડલ માર્કેટિંગ યાર્ડ સુધી લસણ કઈ રીતે પહોંચ્યુ તે સૌથી મોટો સવાલ છે. માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ કેન્દ્ર અને રાજ્ય સરકારને જાણ કરી છે. ઉપલેટાના કોઈ વ્યક્તિએ ગોંડલ યાર્ડમાં લસણ વેચવા મુક્યું હતુ. ગોંડલ યાર્ડના સત્તાધીશો અને વેપારીઓએ સાથે મળીને લસણની હરાજી ન કરી.

ભારતમાં ચાઈનીઝ લસણ પર પ્રતિબંધ

ભારતમાં 2006થી ચાઈનીઝ લસણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ચાઈનીઝ લસણમાં ફૂગની સંભાવના વધુ હોય છે. ચાઈનીઝ લસણમાં જંતુનાશકોનું પ્રમાણ પણ વધુ હોય છે. અગાઉ નેપાળ અને બાંગ્લાદેશ થઈને ચાઈનીઝ લસણ આવતું હતુ. બિહાર, ઉત્તર પ્રદેશ અને પૂર્વોત્તર રાજ્યોમાં પણ આવી ઘટના સામે આવી છે. ભારતીય લસણ કરતા ચાઈનીઝ લસણ સસ્તુ હોય છે. અમેરિકા, પશ્ચિમ એશિયા, બ્રાઝિલમાં ચાઈનીઝ લસણની માગ વધુ કરવામાં આવે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો