Panchmahal Video : ગોધરાના PI પી.એમ.જુડાલ શંકાના દાયરામાં, કરોડોની ચોરીના કેસમાં કોર્ટને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ

|

Sep 22, 2024 | 1:20 PM

પંચમહાલના ગોધરા શહેરના એ ડિવિઝનના PI પી.એમ.જુડાલ શંકાના દાયરામાં આવી ગયા છે. PI પી.એમ.જુડાલ સામે ગોધરા સેશન કોર્ટે ખાતાકીય પગલા લેવાનો આદેશ કર્યો છે. PI પી.એમ જુડાલની બદલી કરી LIB શાખામાં મુકાયા છે.

પંચમહાલના ગોધરા શહેરના એ ડિવિઝનના PI પી.એમ.જુડાલ શંકાના દાયરામાં આવી ગયા છે. PI પી.એમ.જુડાલ સામે ગોધરા સેશન કોર્ટે ખાતાકીય પગલા લેવાનો આદેશ કર્યો છે. PI પી.એમ જુડાલની બદલી કરી LIB શાખામાં મુકાયા છે. ચોરીના કેસમાં PI જુડાલે કોર્ટને ગેરમાર્ગે દોરી હોવાનું સામે આવ્યુ છે. જ્વેલર્સના શોરૂમમાંથી ઘરેણાની ચોરીના મુખ્ય આરોપી નિમેશ ઠકવાણીને બચાવ્યાનો આરોપ છે. ગત 4 ઓગસ્ટે ધનરાજ જ્વેલર્સના શો રૂમમાં 1.26 કરોડના ઘરેણાંની ચોરી થઈ હતી.

આરોપીની આગોતરા જામીન અરજી પર ફેંસલો આવે તે પહેલા આરોપીને ઝડપી તે જ દિવસે કોર્ટમાં રજૂ કરી જામીન મળી જાય તે પ્રકારની કાર્યવાહી કરી જામીન અપાવ્યા હોવાનું કોર્ટે નોંધ્યું, તપાસ અધિકારી પી.એમ.જુડાલે આરોપીના વકીલ તરીકેની ભૂમિકા ભજવી હોવાનું પણ કોર્ટે નોંધ્યું.આરોપી નિમેષ ઠકવાણીના જામીન મંજુર કરનાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા પણ પ્રોપર મેનરમાં એક્ટ ન કર્યું હોવાનું પણ ગોધરા સેશન કોર્ટ જજે નોંધ્યુ છે.

Next Video