ગીરની રાણી સિંહણની બે બાળ સાથે વહેતા પાણીની વચ્ચે લટાર,જુઓ અદભુત Video

|

Oct 21, 2024 | 2:10 PM

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભયારણ્ય ગુજરાતમાં આવેલું જંગલ અને વન્યજીવન અભયારણ્ય છે. જે એશિયાઇ સિંહોનું એકમાત્ર રહેઠાણ છે અને એશિયાના અતિ મહત્ત્વના રક્ષિત વિસ્તાર તરીકે ધ્યાને લેવાયેલુ છે. અહીં ઘણીવાર સિંહ અને સિંહ પરિવારના લટાર મારતા, પરિવાર સાથે ફરવાના, વિહરવાના દ્રશ્યો સામે આવતા હોય છે.

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભયારણ્ય ગુજરાતમાં આવેલું જંગલ અને વન્યજીવન અભયારણ્ય છે. જે એશિયાઇ સિંહોનું એકમાત્ર રહેઠાણ છે અને એશિયાના અતિ મહત્ત્વના રક્ષિત વિસ્તાર તરીકે ધ્યાને લેવાયેલુ છે. અહીં ઘણીવાર સિંહ અને સિંહ પરિવારના લટાર મારતા, પરિવાર સાથે ફરવાના, વિહરવાના દ્રશ્યો સામે આવતા હોય છે. ફરી એક વાર આવો જ એક સિંહણનો તેના બે બાળ સાથે લટાર મારતો વીડિયો સામે આવ્યો છે.

ગીરના જંગલ વિસ્તારમાંથી સિંહણનો એક અદભૂત વીડિયો સામે આવ્યો છે. જેમ સામાન્યત: આપણે કહીએ છીએ કે માતા તેના સંતાનો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડે છે તેમ સિંહણના ગીરના જંગલોની વચ્ચે વહેતાં પાણીની મધ્યમાં તેવા જ દ્રશ્યો જોવા મળ્યા. સિંહણ સિંહ બાળની સાથે પાણીમાંથી પસાર થઈ રહી છે. સાંસદ પરિમલ નથવાણીએ આ વીડિયોને સોશિયલ મીડિયો પર શેર કર્યો છે અને લખ્યું છે કે ” ગીરના ધોધથી લઈ ગીચ જંગલ વિસ્તાર સુધી સિંહણ એ તેમના સંતાનો માટે પથદર્શક બને છે”

Next Video