Gir Somnath : બેડિયા ગામના સરપંચે PGVCL કચેરીમાં મચાવ્યો હંગામો, CCTV આવ્યા સામે
ગીર સોમનાથમાં બેડિયા ગામના સરપંચે PGVCL કચેરીમાં હંગામો મચાવ્યો હોવાની ઘટના છે. મકાનના બાંધકામ સમયે વીજ પુરવઠો બંધ થતા હંગામો કર્યો છે. સરપંચ પેશકદમી જમીન પર મકાનનું બાંધકામ કરતા હતા.
ગીર સોમનાથમાં બેડિયા ગામના સરપંચે PGVCL કચેરીમાં હંગામો મચાવ્યો હોવાની ઘટના છે. મકાનના બાંધકામ સમયે વીજ પુરવઠો બંધ થતા હંગામો કર્યો છે. સરપંચ પેશકદમી જમીન પર મકાનનું બાંધકામ કરતા હતા. PGVCL હંગામો કરતા સરપંચના CCTV ફૂટેજ સામે આવ્યા છે. સરપંચ સામે ધોકડવા સબ ડિવિઝન PGVCL કચેરીની ફરિયાદ કરી છે. PGVCLની ફરજમાં રૂકાવટ બદલ પોલીસમાં લેખિત ફરિયાદ કરી છે.
કલોલ નગરપાલિકા પર થયો પથ્થરમારો
બીજી તરફ ગાંધીનગરના કલોલ નગરપાલિકા પર પથ્થરમારાની ઘટના બની છે. રજૂઆત કરવા આવેલા ટોળાએ પાલિકા પર પથ્થરમારો કર્યો હતો. ચીફ ઓફિસર અને પ્રમુખને દબાણની રજૂઆત કરવા આવેલા લોકોએ પથ્થરમારો કર્યો હતો. સમયસર પોલીસની એન્ટ્રીથી ઘટના મોટી બનતા અટકી હતી. પોલીસ આવતા પહેલા જ ટોળું નાસી છૂટ્યું હતા.