Jamnagar : શેર બજારમાં મોટો નફાની લાલચ આપી 1.81 કરોડના સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ, જુઓ Video

| Edited By: | Updated on: Jan 14, 2025 | 2:18 PM

ગુજરાત સહિત દેશભરમાં સાયબર ફ્રોડની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે જામનગરમાંથી વધુ એક સાયબર ફ્રોડની ઘટના સામે આવી છે. જામનગરમાં 1.81 કરોડના સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ગુજરાત સહિત દેશભરમાં સાયબર ફ્રોડની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે જામનગરમાંથી વધુ એક સાયબર ફ્રોડની ઘટના સામે આવી છે. જામનગરમાં 1.81 કરોડના સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાવવામાં આવી છે. શેર બજારમાં રોકાણમાં મોટા નફાની લાલચ આપી ઠગાઈનો આરોપ લગાવવામાં આવ્યો છે. આરોપીઓએ એપ મારફતે ઠગાઈ કર્યોનો આક્ષેપ કરવામાં આવ્યો છે. CAUSEWAY નામની એપ મારફતે મૂડી રોકાણ કરાવ્યું હતું. જામનગરની સિદ્ધાનાથ સોસાયટીમાં રહેતા વૃદ્ધે ફરિયાદ નોંધાવી છે.

આટલું ધ્યાન રાખો.. સતર્ક રહો

  • કોઈપણ શંકાસ્પદ ફોન લાગે તો તરત કટ કરી દો.
  • અજાણ્યો કોલ પર કોઈ પણ અંગત માહિત શેર ન કરો.
  • બેન્ક ડિટેઈલ કે અન્ય માહિતી કોઈને પણ ઓનલાઈન ન આપો.
  • વ્યક્તિગત કે નાણાકીય વિગતો ક્યારેય શેર ન કરવી.
  • શંકાસ્પદ ફોન આવે તો તરત પરિવારને સભ્યને જાણ કરો.
  • ડરાવતા કે ધમકાવતા કોલ મામલે તરત નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરો.