કચ્છમાં ભારે વરસાદથી અબડાસાનું સુથરી ગામ બેટમાં ફેરવાયુ, ઘરની અંદર 4 ફુટ પાણી ભરાતા પારાવાર હાલાકી- Video

|

Aug 29, 2024 | 7:51 PM

કચ્છ જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદ બાદ અનેક ઘરોમાં પાણી ભરાયા છે. ધ્રબ GIDC વસાહતમાં પાણી ભરાયા છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. આ તરફ માંડવીમાં પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ છે કે કિનારે લાંગરેલુ જહાજ દરિયામાં પહોંચી ગયુ છે.

કચ્છમાં પણ બારે મેઘ ખાંગા થયા છે, મૂશળધાર વરસાદ મુશ્કેલી વધારી છે, સાંબેલાધાર વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી પાણીની સ્થિતિ સર્જાઇ છે. હાલાકીનું પાણી અનેક ગામોમાં ઘૂસી ગયું છે.ગામોના ગામો બેટમાં ફેરવાયા છે, તો અનેક ગામો ડૂબ્યા છે. કચ્છમાં જમીનમાર્ગથી માંડીને દરિયાઇ માર્ગે બસ આફત જ આફત જોવા મળી રહી છે. દરિયામાં જહાજ ફસાયું, તો રસ્તા પર વહી રહેલા પાણીમાં બસ ફસાઇ. નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે, તો પ્રખ્યાત હમીરસર તળાવ પણ ઓવરફ્લો થતાં, મુશ્કેલીઓ છલકાઇ છે. હાલાકીનું પાણી નાગરીકોની મુશ્કેલી વધારી રહી છે. આ સ્થિતિ હજુ પણ વણસે તેવી શક્યતા છે. ડીપ ડિપ્રેશન સિસ્ટમ કચ્છ નજીક સ્થિર થઇ છે. આ સિસ્ટમને પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરીને નાગરિકોને ચેતવ્યા છે.

કચ્છમાં અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. અબડાસાના કોઠારા ગામનો માનપુરા વિસ્તાર બેટમાં ફેરવાયો છે. નદીના પાણી ફરી વળતા માનપુરા વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. ઘરોની અંદર 4 ફૂટ જેટલા પાણી ભરાતા હાલાકી સર્જાઇ છે. અબડાસમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે. વરસાદ બાદ અનેક ગામની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે. સાંધવ, છડુરા, વિંઝાણ ગામમાંથી પાણી વહેતા થયા છે. સ્થાનિક નદીના પાણી ગામમાં વહેતા થયા છે. ભુજનું ઐતિહાસિક હમીરસર તળાવ છલકાયું છે. ભારે વરસાદને પગલે તળાવ છલકાઈ ઉઠ્યું છે. હમીરસર તળાવ નજીકના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થયુ છે. લોકો જોખમી રીતે તળાવ સુધી ન પહોંચે તે માટે તકેદારી રખાઈ રહી છે. હમીરસર તળાવની આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

Input Credit- Jay Dave- Kutch 

Next Video