Ahmedabad : કોવિડને લઇને CM ભૂપેન્દ્ર પટેલની જનતાને અપીલ, પ્રિકોશન ડોઝ લો અને મેળાવડાઓમાં માસ્ક પહેરો
કોરોનાના (Corona) વેરિઅન્ટને પગલે કેન્દ્રની સાથે-સાથે રાજ્ય સરકારો પણ એલર્ટ થઈ ગઈ છે. કોરોના સંકટને લઇને CM ભૂપેન્દ્ર પટેલે લોકોને માસ્ક પહેરવા અપીલ કરી છે.
ચીનમાં કોરોનાના તાંડવ બાદ જાપાન, અમેરિકા અને યૂરોપના દેશોમાં પણ કોરોના પગ પેસારો કરી રહ્યો છે. જે પછી કોરોનાના વેરિઅન્ટ ગુજરાત અને કેન્દ્ર સરકારની ચિંતા વધારી છે. કોરોનાના વેરિઅન્ટને પગલે કેન્દ્રની સાથે-સાથે રાજ્ય સરકારો પણ એલર્ટ થઈ ગઈ છે. જુદા-જુદા રાજ્યોમાં કોરોના સંબંધિત પગલાં લેવાની શરૂઆત થઈ ચૂકી છે. ઓક્સિજન, દવાઓ, વેન્ટિલેટર સહિતની સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે અને કોરોના વોર્ડ ફરીથી સક્રિય કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. ગુજરાત સરકારે પણ આરોગ્ય વિભાગને એલર્ટ કરી દીધા છે. સાથે જ જનતાને પણ માસ્ક પહેરવા અપીલ કરી છે.
કોરોનાના વેરિઅન્ટને પગલે કેન્દ્રની સાથે-સાથે રાજ્ય સરકારો પણ એલર્ટ થઈ ગઈ છે. કોરોના સંકટને લઇને CM ભૂપેન્દ્ર પટેલે લોકોને માસ્ક પહેરવા અપીલ કરી છે. અમદાવાદમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નેશનલ કોન્ફરન્સમાં CM ભૂપેન્દ્ર પટેલે આ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. CMએ અપીલ કરતા જણાવ્યું કે, મોટા મેળાવડામાં માસ્ક પહેરવુ હિતાવહ છે. આ સાથે CMએ પ્રિકોશન ડોઝ લેવા માટે પણ લોકોને જણાવ્યું છે.
મહત્વનું છે કે, જુદા-જુદા રાજ્યોમાં કોરોના સંબંધિત પગલાં લેવાની શરૂઆત થઈ ચૂકી છે. ઓક્સિજન, દવાઓ, વેન્ટિલેટર સહિતની સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે અને કોરોના વોર્ડ ફરીથી સક્રિય કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. કોરોના ટેસ્ટિંગ વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.. અને જો કોઈ સંક્રમિત મળી આવે તો તેના જીનોમ સિક્વન્સિંગની તપાસ કરવા ખાસ સૂચના અપાઈ છે. જેથી દર્દીમાં કયા પ્રકારનો કોરોના છે તે જાણી શકાય. કોરોનાના સામે લડવા માટે જોરદાર તૈયારીઓ થઇ રહી છે. પરંતુ આ એક એવી મુશ્કેલી છે જેનું સમાધાન સરકાર એકલા હાથે કરી શકે એમ નથી. સામાન્ય જનતાએ પણ આ વિશે જાગૃત થવું પડશે.