PGP 2024 : સુરતના ઊંધિયું અને ઉંબાડિયાનો ટેસ્ટ ન્યૂયોર્કમાં આપવા અમે રીસર્ચ કરી રહ્યા છીએ : ચિંતન પંડ્યા
પ્રવાસી ગુજરાતી પર્વના 7મા સેશનમાં બેસ્ટ સેફનો એવોર્ડ જીતેલા ચિંતન પંડ્યા જોડાયા હતા. ન્યૂયોર્કમાં ટોપ 10 રેસ્ટોરેન્ટમાં ચિંતન પડ્યાની રેસ્ટોરન્ટનું નામ છે. તેઓ બેસ્ટ સેફનો એવોર્ડ પણ જીતી ચૂક્યા છે. ચિંતન પડ્યા પહેલા એવા સેફ છે, જેમને એથેનીક ફુડ બનાવવા માટે એવોર્ડ મળ્યો છે.
અમદાવાદ ખાતે પ્રવાસી ગુજરાતી પર્વનું TV9 નેટવર્ક અને એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઇન નોર્થ અમેરિકા (AIANA) દ્વારાઆયોજન કરવામાં આવ્યું છે. વિશ્વભરના ગુજરાતીઓને એક મંચ હેઠળ લાવવાના માટે આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ ઈવેન્ટના 7મા સેશનમાં બેસ્ટ સેફનો એવોર્ડ જીતેલા ચિંતન પંડ્યા જોડાયા હતા.
ન્યૂયોર્કમાં ટોપ 10 રેસ્ટોરેન્ટમાં ચિંતન પડ્યાની રેસ્ટોરન્ટનું નામ છે. તેઓ બેસ્ટ સેફનો એવોર્ડ પણ જીતી ચૂક્યા છે. ચિંતન પડ્યા પહેલા એવા સેફ છે, જેમને એથેનીક ફુડ બનાવવા માટે એવોર્ડ મળ્યો છે. પ્રવાસી ગુજરાતી પર્વમાં તેમણે જણાવ્યું કે તેઓ અમદાવાદ અને સુરતમાં જે ઊંધિયું અને ઉંબાડિયાનો ટેસ્ટ આવે છે, તે ટેસ્ટ ન્યૂયોર્કમાં આપવા માટે છેલ્લા કેટલાક સમયથી રિસર્ચ કરી રહ્યા છે.
આ પણ વાંચો PGP 2024 : પહેલા લોકોને ગુજરાતી બોલવામાં શરમ આવતી, આજે લોકો ગુજરાતી શીખવા માગે છે : પાર્લે પટેલ