જૂનાગઢ : રખડતા ઢોરના કારણે કારનો ગંભીર અકસ્માત, રોડ સાઇડમાં ઉભેલા લોકો માંડ બચ્યા, જુઓ વીડિયો
રસ્તા પર રખડતા ઢોરનો આતંક પુરો થવાનું નામ જ નથી લઇ રહ્યો. શહેરોમાં હજુ પણ ઠેર ઠેર રખડતા ઢોર જોવા મળી રહ્યા છે, જેના કારણે અકસ્માતો સર્જાવાની ઘટનાઓનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જૂનાગઢના માંગરોળ નજીક કાર સાથે રખઢતા ઢોરની ટક્કર અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચો-સુરત: પતંગની દોરીથી ઘવાયેલા પક્ષીઓને સારવાર આપવાના ભગીરથ પ્રયાસને સી.આર.પાટીલે આવકાર્યો, જુઓ વીડિયો
જૂનાગઢ-માંગરોળ નજીક રાતના સમયે રખડતાં ઢોરને કારણે અકસ્માત સર્જાયો હતો. ઢોર રસ્તા પર હોવાથી કાર તેના સાથે ટકરાઇ હતી, ત્યાર બાદ ફંગાળોઇને કાર થાંભલા સાથે અથડાઈ હતી. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. કારમાં સવાર ચાર લોકોનો આબાદ બચાવ થયો છે. રોડની સાઈડમાં ઉભેલા લોકોનો પણ આબાદ બચાવ થયો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો