Sabarkantha : રક્ષક જ ભક્ષક ! દારુની હેરાફેરીમાં અમદાવાદના પોલીસ કોન્સ્ટેબલની ભૂમિકા, 3 લાખનો મુદ્દામાલ જપ્ત, જુઓ Video

| Edited By: | Updated on: Jan 15, 2025 | 1:34 PM

સાબરકાંઠાના પ્રાંતિજમાંથી દારુ ભરેલી કાર ઝડપાઈ છે. રાજસ્થાનથી અમદાવાદ આ દારુની હેરાફેરીનો પર્દાફાશ થતો હોય છે. અમદાવાદના નારણપુરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની ભૂમિકાનો પર્દાફાશ થયો છે.

ગુજરાતમાં દારુબંધી હોવા છતા અનેક વાર દારુનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે સાબરકાંઠાના પ્રાંતિજમાંથી દારુ ભરેલી કાર ઝડપાઈ છે. રાજસ્થાનથી અમદાવાદ આ દારુની હેરાફેરીનો પર્દાફાશ થતો હોય છે. અમદાવાદના નારણપુરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની ભૂમિકાનો પર્દાફાશ થયો છે.

પોલીસ કોન્સ્ટેબલ સહિત 6 લોકો સામે નોંધાયો ગુનો

પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ ગોલાણી સહિત 6 લોકો સામે ગુનો નોંધાયો છે. પોલીસ નજરથી કારને બચાવી અમદાવાદ લાવવામાં મદદ કરતો હોવાનું સામે આવ્યુ છે. કતરપુર ટોલ પ્લાઝા પાસે સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 3.48 લાખની કિંમતની 1 હજાર 231 બોટલ જપ્ત કરવામાં આવી છે. હેરાફેરી કરતી પાયલોટ કાર સહિત 2 વાહનો જપ્ત કરવામાં આવ્યો છે. તેમજ પ્રાંતિજ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.