BZ ગ્રુપ મામલે તપાસનો ધમધમાટ, આદિજાતિ વિદ્યાર્થીઓ માટેની શિષ્યવૃતિમાં ગોલમાલની આશંકા, જુઓ Video

| Edited By: | Updated on: Dec 12, 2024 | 3:16 PM

ગુજરાતમાં ચકચારી મચાવનાર BZ ગ્રુપ કૌભાંડમાં દિવસે દિવસે મોટા ખુલાસા થઈ રહ્યાં છે. આ સમગ્ર મામલામાં તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. જેમાં ગ્રો-મોર સ્કૂલ કેમ્પસને લઇ મોટા ખુલાસા સામે આવ્યા છે.

ગુજરાતમાં ચકચારી મચાવનાર BZ ગ્રુપ કૌભાંડમાં દિવસે દિવસે મોટા ખુલાસા થઈ રહ્યાં છે. આ સમગ્ર મામલામાં તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. જેમાં ગ્રો-મોર સ્કૂલ કેમ્પસને લઇ મોટા ખુલાસા સામે આવ્યા છે. આદિજાતિ વિદ્યાર્થીઓ માટેની શિષ્યવૃતિમાં ગોલમાલ કરી હોવાનું સામે આવ્યુ છે.

ગ્રો-મોર સ્કૂલના પ્રિન્સિપાલની કરાઇ પૂછપરછ

ટેલેન્ટ પુલ સ્કીમ હેઠળના વિદ્યાર્થીઓની ફીની રકમમાં ગોટાળો જોવા મળ્યો. ફીની રકમ BZ ગ્રુપમાં ટ્રાન્સફર થવા મુદ્દે તપાસ ચાલુ કરવામાં આવી છે. BZ ફાયનાન્શિયલમાં નાણાં ટ્રાન્સફર કરી કૌભાંડ કર્યું હોવા અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ CID ક્રાઇમે ગ્રો-મોર સ્કૂલના પ્રિન્સિપાલની પૂછપરછ કરી છે. 80 વિદ્યાર્થીના 70 લાખની ગ્રાન્ટ ટ્રાન્સફર કર્યાની તપાસ હાથ ધરવામાં આવી છે.

આદિજાતિ વિદ્યાર્થીઓ માટેની શિષ્યવૃતિમાં ગોલમાલ !

ઉલ્લેખનીય છે કે સરકાર દરેક વિદ્યાર્થી પેટે 60 હજારની ગ્રાન્ટ ચૂકવતી હતી. તેમના રહેવા, જમવા અને શૈક્ષણિક ફી સહિતની રકમ ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ માટે સરકાર યોજના હેઠળ ચૂકવવામાં આવતી હતી.આ કૌભાંડી BZ ગ્રુપની જ ગ્રો-મોર સ્કૂલ છે. જેમાં શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરનો ભત્રીજો અભ્યાસ કરે છે. મહત્વનું છે કે પ્રધાનો સાથે સંબંધો નજીક રાખવા કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાએ ખૂબ પ્રયાસો કર્યા છે.

( WithInput – Avnish Goswami, Sabarkantha) 

Published on: Dec 12, 2024 03:15 PM