જામનગર વીડિયો : લોકસભા બેઠક પર સાંસદ પૂનમ માડમને રિપીટ કરવાની શક્યતા, જાણો કોણે નોંધાવી દાવેદારી

| Edited By: | Updated on: Feb 27, 2024 | 1:06 PM

જામનગરમાં લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે તૈયારીઓ શરુ કરી દેવામાં આવ્યો છે. ભાજપ દ્વારા સેન્સ પ્રકિયા હાથ ધરવામાં આવી છે. જામનગર લોકસભા બેઠક પર સાંસદ પૂનમ માડમને રિપીટ કરવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

જામનગરમાં લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે તૈયારીઓ શરુ કરી દેવામાં આવ્યો છે.ભાજપ દ્વારા સેન્સ પ્રકિયા હાથ ધરવામાં આવી છે. જામનગર લોકસભા બેઠક પર સાંસદ પૂનમ માડમને રિપીટ કરવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ભાજપની સેન્સ પ્રક્રિયામાં અત્યાર સુધી એક પણ દાવેદાર નોંધાયો નથી. જામનગરમાં નો રિપીટ થિયરી અપનાવે તો અન્ય ઉમેદવારની પસંદગી થઈ શકે છે. જેમાં આર.સી ફળદુ, મુળુ બેરા અને રિવાબા જાડેજાના નામની ચર્ચા થઈ રહી છે.

બીજી તરફ રાજકોટ બેઠકની સેન્સમાં શહેર ભાજપ સંગઠન દ્વારા મહત્વની રજૂઆત કરવામાં આવી છે. સૂત્ર અનુસાર શહેર ભાજપ સંગઠન દ્વારા ભરત બોઘરાને ટિકિટ આપવાની માગ કરવામાં આવી છે. રાજકોટ લોકસભા વિસ્તારમાં રહેતા હોય તેવાને ટિકિટ આપવાની માગણી કરવામાં આવી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો