Panchmahal Video : કાલોલના વેજલપુરમાં આવેલી ફાર્મા કંપનીમાં ATSના દરોડા, શંકાસ્પદ દવાઓના દવાઓના નમૂના મેળવી તપાસ માટે લઇ જવાયા
ગુજરાતમાં ફરી એક વાર શંકાસ્પદ દવાનું ઉત્પાદન કરતી ફાર્મા કંપની પર ATSએ દરોડા પાડ્યા છે. પંચમહાલ જિલ્લાના કાલોલના વેજલપુર પાસે આવેલી એસન્સ ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડનામની કંપનીમાં ગુજરાત ATSના દરોડા પાડ્યા છે.
ગુજરાતમાં ફરી એક વાર શંકાસ્પદ દવાનું ઉત્પાદન કરતી ફાર્મા કંપની પર ATSએ દરોડા પાડ્યા છે. પંચમહાલ જિલ્લાના કાલોલના વેજલપુર પાસે આવેલી એસન્સ ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડનામની કંપનીમાં ગુજરાત ATSના દરોડા પાડ્યા છે. ગુજરાત ATSએ સ્થાનિક પોલીસને સાથે રાખીને એસેન્સ ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
ફાર્મા કંપનીમાં ATSના દરોડા
મોડી રાત સુધી ATS અને સ્થાનિક પોલીસ અને FSLની ટીમોએ તપાસ કરી છે. ATSએ કંપની દ્વારા બનાવવામાં આવતી કેટલીક શંકાસ્પદ દવાઓના નમુના બે અલગ અલગ બોક્સમાં મળ્યા હોવાનું સામે આવ્યું છે. ATSની ટીમ દ્વારા શંકાસ્પદ દવાઓના નમુના મેળવી તપાસ માટે લઈ જવામાં આવ્યા છે. કંપની દ્વારા બનાવવામાં આવતી દવાના નમૂનાની તપાસ બાદ જ હકીકત સામે આવે તેવી શક્યતા છે.