અમદાવાદમાં રથયાત્રાને લઈ પોલીસ સતર્ક, હોટલ, ગેસ્ટ હાઉસમાં કરાયું ચેકિંગ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: May 29, 2024 | 11:21 PM

આગામી રથયાત્રાને ધ્યાને રાખી પોલીસે અમદાવાદમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. રથયાત્રામાં સૌથી અગત્યનો અને મહત્વનો મુદ્દો સુરક્ષાનો હોય છે. જેને ધ્યાને રાખી પોલીસ અત્યારથી જ કામગીરી શરૂ કરી દીધી છે. ખાસ કરીને સુરક્ષાને લઈને પોલીસ દ્વારા તકેદારીના પગલાં લેવાય રહયા છે. જેમાં હોટલ, ગેસ્ટહાઉસમાં તપાસ કરવામાં આવી રહી છે. કોઈ શંકાસ્પદ વ્યક્તિ પ્રવેશે નહીં તે અંગે સતર્કતા દાખવવામાં આવી રહી છે.

અમદાવાદમાં આગામી સમયમાં યોજાનાર રથયાત્રાની સુરક્ષાને લઈને પોલીસની કવાયત હાથ ધરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે વિવિધ હોટલ, ગેસ્ટ હાઉસમાં ચેકિંગ હાથ ધર્યુ. રથયાત્રા પહેલા અને રથયાત્રા દરમિયાન કોઈ શંકાસ્પદ વ્યક્તિ શહેરમાં પ્રવેશે નહીં તે માટે પોલીસ સતર્ક થઈ છે. વિદેશી નાગરિકો રોકાણ કરે ત્યારે C ફોર્મ ભરવામાં આવે છે કે નહીં તેની ચકાસણી પણ કરવામાં આવી રહી છે.

પોલીસ દ્વારા હોટલ માલિકોને રથયાત્રાને લઈ સૂચના આપી એલર્ટ કરવામાં આવ્યા છે. અને માલિકોને સ્પષ્ટ સૂચના આપી દેવાઈ છે કે જો કોઈ પણ વ્યક્તિ શંકાસ્પદ લાગે તો તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે તે જરૂરી છે. અમદાવાદના શહેરમાં નિકડનારી રથયાત્રા પોલીસ માટે ખાસ કરીને સૌથી મોટો પડકાર હોય છે.

આ યાત્રા દરમ્યાન ઘટના ન બને તે માટે અગાઉ થી પોલીસ દ્વારા તૈયારી સાથે તમામ એજન્સીને એલર્ટ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો શહેરના અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરી રહી છે.